Home /News /national-international /

સુપ્રિમ કોર્ટે કર્યા પ્રશ્નો: શું આધાર માત્ર વેરિફિકેશન અને ટ્રેકિંગ માટે છે?

સુપ્રિમ કોર્ટે કર્યા પ્રશ્નો: શું આધાર માત્ર વેરિફિકેશન અને ટ્રેકિંગ માટે છે?

અરજદારોએ આધારડેટા લીક અને ડેટા પ્રોટેક્શ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા...

અરજદારોએ આધારડેટા લીક અને ડેટા પ્રોટેક્શ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા...

    આધારકાર્ડ ફરજીયાતને પડકારતી અરજીના મામલામાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આના પાંચ જજની એક બેંચ બનાવવામાં આવી છે. આમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અસોક ભૂષણ શામેલ છે.

    પાંચ જજોની આ બેંચ નક્કી કરશે કે, આધારકાર્ડ કોઈની પ્રાઈવેસીનું ઉલ્લંઘન કરે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા નવ જજની એક બેંચે કહ્યું હતું કે, પ્રાઈવેસી એક મૌલીક અધિકાર છે.

    સુપ્રિમકોર્ટે પુછ્યો આ પ્રશ્ન
    સુનાવણી દરમ્યાન જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પુછ્યું કે, શું આધાર માત્ર વેરિફિકેશન અને ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાશે? તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે, શું આધારકાર્ડ સુરક્ષિત છે? સરકાર જણાવી શકે છે કે, બાયોમેટ્રીકનો ઉપયોગ સોશિયલ વેલફેયર સ્કીમોમાં લીકેજને રોકવા માટે કરવામાં આવશે?

    આ મામલે જદસ્ટિસ દિપક મિસ્રાએ પુછ્યું કે, આધારબિલ સ્ટેંડિંગ કમિટીને મોકલવામાં આવ્યું છે? તેના જવાબમાં આધારના વિરોધમાં અરજી કરનારાના વકિલે કહ્યું કે એવું કરવામાં નથી આવ્યું.

    જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ ચંદ્રચૂડે પુછ્યું કે, શું આધાર બાયોમેટ્રીક સિસ્ટમ યૂએસ વીઝાના બાયોમેટ્રીકથી અલગ છે? જજોએ પુછ્યું કે, જે ડેટા 2009થી 2016 વચ્ચે કલેક્ટ કરવામાં આવ્યો, શું એને નષ્ટ કરી શકાય છે.?

    ગત 15 ડિસેમ્બરે બંધારણીય બેંચે બેંક ખાતાઓ અને મોબાઈલ નંબર સહિત અન્ય બીજી સેવાઓ અને યોજનાઓમાં આધારનંબર જોડવાની મર્યાદા 31 માર્ચ 2018 સુધીની વધારી દીધી હતી. અરજદારોએ આધારડેટા લીક અને ડેટા પ્રોટેક્શ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારે આધાર સાથે લિંક કરવાની ડેડલાઈન 31 ડિસેમ્બરથી વધારી 31 માર્ચ કરી હતી.

    એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર સરકારનો પક્ષ લઈ કોર્ટને કહ્યું કે, જે લોકો પાસે આધારકાર્ડ નથી, તેમના માટે સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. હવે 31 ડિસેમ્બરથી વધારી 31 માર્ચ કરી દેવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Final, Hearing, Over, Start, Supreme Court

    આગામી સમાચાર