કેન્દ્ર સરકારે દેશમાં આર્થિક રીતે પછાત હોય તેવા બિન અનામત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે, આ મામલાને પડકારતી અરજી અંગે સુપ્રીમે આજે સુનાવણી કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને અનામત અંગે જવાબ માંગ્યો છે. જોકે, તેની સાથે સુપ્રીમ કોર્ટે અનામત પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે. આ મામલાની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ થશે.
આ પિટીશન એનજીઓ યુથ ફોર ઇક્વાલિટી અને કૌશલ કાંત મિશ્રા દ્વારા ફાઇલ કરવામાં આવી છે. આ પિટીશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, અનાતમ આપવા માટે માત્ર આર્થિક આધાર ન હોવો જોઇએ.
આ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આ કાયદો બંધારણનાં મૂળ તત્વોનો ભંગ કરે છે. આ ઉપરાંત. 50 ટકા અનામત લિમીટનો પણ ઉલ્લઘંન કરે છે.
સામાન્ય વર્ગનાં આર્થિક રીતે પછાત લોકોને નોકરી અને શિક્ષામાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર નરેન્દ્ર મોદી કેબિનેટે 7 જાન્યુઆરીએ મહોર લગાવી હતી. આ પછી 8 જાન્યુઆરીએ લોકસભામાં સંવિધાનનું 124મું સંશોધન વિધેયક-2009 રજુ કરવામાં આવ્યું હતું. જે લોકસભામાં પાસ થયું હતું.
બિલના સમર્થનમાં 323 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં 3 સભ્યોએ મતદાન કર્યું હતું. 9 જાન્યુઆરીએ આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા. જ્યારે 7 સભ્યોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર