સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ટ્રાંસપરેન્સી ઈચ્છે છે. તેથી કેન્દ્રની ભલામણ માનવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, આપે જે નામ સોંપ્યા છે, તે બીજા પક્ષને આપવામાં આવ્યા નથી, તેથી તેમાં પારદર્શિતાની કમી થશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલામાં એક્સપર્ટ્સના નામ સીલબંધ કવરમાં લેવાની ના પાડી દીધી છે. પાછલી સુનાવણી દરમિયાન કોર્ટના કહેવા પર સરકારે એક્સપર્ટ કમિટિ બનાવવા તૈયાર થઈ ગઈ હતી. તે સમયે સરકારે એક્સપર્ટના નામ સીલબંધ કવરમાં આપવાની ભલામણ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ટ્રાંસપરેન્સી ઈચ્છે છે. તેથી કેન્દ્રની ભલામણ માનવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, આપે જે નામ સોંપ્યા છે, તે બીજા પક્ષને આપવામાં આવ્યા નથી, તેથી તેમાં પારદર્શિતાની કમી થશે. એટલા માટે અમે અમારા તરફથી કમિટી બનાવીશું. તેમણે કહ્યુ કે, અમે આદેશ સુરક્ષિત રાખી રહ્યા છીએ. કમિટી જોશે કે સ્ટોક માર્કેટના રેગ્યુલેટરી મેકેનિઝ્મમાં ફેરબદલ કરવાની જરુર છે કે નહીં.
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં 4 અરજી દાખલ થઈ
આ મામલામાં અત્યાર સુધીમાં 4 જાહેરહીતની અરજીઓ દાખલ થઈ ચુકી છે. એકવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સોશિયલ વર્કર મુકેશ કુમારે આ અરજી દાખલ કરી છે. મામલામાં પહેલી સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારદીવાલાએ 10 ફેબ્રુઆરી કરી હતી. બીજી સુનાવણી સોમવારે 13 ફેબ્રુઆરી થઈ.
આ અરજીઓમાં શું માગ કરી છે
મનોહર લાલ શર્માએ અરજીમાં SEBI અને કેન્દ્રીય ગૃહમંત્રાલયને હિંડનબર્ગ રિસર્ચના ફાઉંડર નાથન એંડરસન અને ભારતમાં તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ કરવા અને ફરિયાદ કરવા માટે નિર્દેશ આપવાની માગ કરી છે.
વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતાવાળી એક કમિટી બનાવીને હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરી છે. તિવારીએ પોતાની અરજીમાં લોકોની એ હાલત વિશે બતાવ્યું જ્યારે શેર પ્રાઈઝ નીચે જતા હતા.
જયા ઠાકુરે આ મામલામાં ભારતીય જીવન વીમા નિગમ અને ભારતીય સ્ટેટ બેન્કની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, LIC અને SBI ની અદાણી એન્ટરપ્રાઈઝમાં ભારે માત્રામાં સાર્વજનિક ધનના રોકાણની ભૂમિકાની તપાસની માગ કરી છે.
મુકેશ કુમારે પોતાની અરજીમાં SEBI,ED, ઈન્કમ ટેક્સ વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈંટેલિજેન્સથી તપાસના નિર્દેશ આપવાની માગ કરી છે. મુકેશ કુમારે પોતાના વરીલો રુપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા આ અરજી દાખલ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર