SC/ST એક્ટના અગાઉના ચુકાદા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

News18 Gujarati
Updated: April 3, 2018, 9:06 PM IST
SC/ST એક્ટના અગાઉના ચુકાદા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

  • Share this:
એસસી/એસટી એક્ટની રિવ્યૂ પિટિશન પર થયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે તે એસસી/એસટી એક્ટની વિરુદ્ધમાં નથી, પરંતુ નિર્દોષ લોકોને સજા મળવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય સામે સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે.

જોકે તેની સાથે કોર્ટે તે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, કાયદા હેઠળ વળતર મળવાનું ચાલું રહેશે. FIR નોંધાયા પહેલા પણ વળતર આપવામાં આવી શકે છે. કોર્ટે આ બાબતમાં બધી જ પાર્ટીઓને આવનારા બે દિવસોમાં જવાબ આપવાનું કહ્યું છે. હવે આ બાબતની સુનવણી 10 દિવસ બાદ થવાની છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

એસસી/એસટી એક્ટ રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, 'જે લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે, તેમણે કદાચ અમારો ચુકાદો વાંચ્યો પણ નહીં હોય. અમે ફક્ત નિર્દોષ લોકોને લઈને ચિંતિત છીએ, તેમને જેલ ન મોકલી શકીએ. અમે એક્ટની વિરુદ્ધ નથી. સરકાર કેમ એવું ઈચ્છે છે કે તપાસ કર્યા વગર જ લોકોની ધરપકડ કરવામાં આવે?'

બીજી તરફ કોર્ટના સલાહકાર અમરેન્દ્ર શરને ઝડપથી સુનાવણીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાનું બહાનું બનાવીને ઝડપથી સુનાવણીની માંગણી ન કરી શકાય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનું કામ સરકારનું છે. નોંધનીય છે કે એટર્ની જનરલે ઝડપથી સુનાવણી માટે કાયદો-વ્યવસ્થાનું કારણ આગળ ધર્યું હતું. આ દરમિયાન દલિત સંગઠનો દ્વારા મંડી હાઉસથી સુપ્રીમ કોર્ટ સુધી રેલી કાઢવામાં આવી હતી.

દલિતોના હિંસક પ્રદર્શનમાં 10નાં મોત, એમપીમાં સૌથી વધારે અસરઅનુસૂચિત જાતિ/જનજાતિ (એસસી/એસટી) અત્યાચાર નિવારણ એક્ટમાં સુધારા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સોમવારે ભારત બંધ દરમિયાન દેશમાં અનેક ભાગમાં હિંસક દેખાવો થયા હતા. આ હિંસક પ્રદર્શનમાં 10 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે દેખાવકારો તેમજ દલિતોને શાંત કરવા માટે કહ્યું અને સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન પણ દાખલ કરી હતી.

ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશામાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. હિંસા અને આગના બનાવોને કારણે રાજ્યની સામાન્ય સ્થિતિ ખરાબ થઈ હતી.

કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક 800 પોલીસકર્મીઓ મોકલ્યા હતા. દિલ્હીના ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મેરઠમાં તાત્કાલિક આરએએફની બે ટીમ અને આગ્રામા એક અને હાપુડમાં એક ટુકડી મોકલવામાં આવી હતી.
First published: April 3, 2018, 11:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading