સુપ્રીમ કોર્ટ પર આજે સૌની નજર : સબરીમાલા, રાફેલ અને રાહુલ ગાંધી કેસમાં આજે ચુકાદો

News18 Gujarati
Updated: November 14, 2019, 9:17 AM IST
સુપ્રીમ કોર્ટ પર આજે સૌની નજર : સબરીમાલા, રાફેલ અને રાહુલ ગાંધી કેસમાં આજે ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સબરીમાલા મંદિર અને રાફેલ પ્લેન સોદા પર ચુકાદો આવશે

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સબરીમાલા મંદિર અને રાફેલ પ્લેન સોદા પર ચુકાદો આવશે

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજનો દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ આજે સબરીમાલા અને રાફેલ (Rafale Deal) મુદ્દા પર દાખલ રિવ્યૂ પિટિશન પર ચુકાદો સંભળાવશે. અયોધ્યા મામલામાં ઐતિહાસિક ચુકાદ બાદ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (CJI Ranjan Gogoi)ની આગેવાનીવાળી બેન્ચ જ આ બંને મામલાઓ પર ચુકાદો સંભળાવશે. બીજી તરફ, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની વિરુદ્ધ દાખલ અપરાધિક અનાદરની અરજી ઉપર પણ આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે.

સબરીમાલા (Sabarimala)માં 16 નવેમ્બરથી ભગવાન અયપ્પા મંદિર (Lord Ayyappa Mandir)ની બે મહિના ચાલનારી તીર્થયાત્રામાં મહિલાઓના પ્રવેશની મંજૂરીને પડકારનારી રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે.

મૂળે, કેરળના સબરિમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરી નથી, પરંતુ છેલ્લા થોડાક વર્ષોમાં કેટલાક મહિલા સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહિલાઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી હતી. પરંપરા અને ધાર્મિક મુદ્દો હોવાની વાત કહીને કોર્ટના આ ચુકાદાની વિરુદ્ધ ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચની સામે એક રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટે મામલાની સુનાવણી પૂરી કરી દીધી છે અને ગુરુવારે આ મામલે કોઈ ચુકાદો સંભળાવી શકે છે.


28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ચુકાદો

આ પહેલા સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લિંગના આધારે મંદિરમાં મહિલાઓનો પ્રવેશ રોકવો એક ભેદભાવવાળી પ્રથા છે, જેનાથી મહિલાઓના મૌલિક અધિકારનું હનન થાય છે. છેલ્લા કેટલાક સમયથી કેરળનું રાજકારણ આ મુદ્દાની આસપાસ કેન્દ્રીત રહ્યું છે.

રાફૅલ ડીલ પર સરકારને મળેલી ક્લીન ચિટના ચુકાદા સામે પુનર્વિચાર અરજી પર આજે ચુકાદો

સુપ્રીમ કોર્ટ રાફૅલ ડીલ પર સરકારને ક્લીન ચિટ આપવાના પોતાના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી અરજીઓ પર ગુરુવારે ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ રાફૅલ મામલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરી તથા કાર્યકર્તા-વકીલ પ્રશાંત ભૂષણ સહિત કેટલાક અન્યની અરજીઓ પર ચુકાદો આપશે, જેમાં ગયા વર્ષે 14 નવેમ્બરના એ ચુકાદા ઉપર પુનર્વિચારની માંગ કરવામાં આવી છે જેમાં ફ્રાન્સની કંપની દસૉથી 36 ફાઇટર પ્લેન ખરીદવાના કેન્દ્રના રાફૅલ સોદાને ક્લીન ચિટ આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની બેન્ચ રાજકીય રીતે સંવેદનશીલ આ મામલામાં ચુકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે, 14 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ 58,000 કરોડની આ સમજૂતીમાં કથિત અનિયમિતતાઓની વિરુદ્ધ તપાસની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી.

રાહુલ ગાંધી પર કોર્ટના અનાદરની અરજી પર ચુકાદો

આ ઉપરાંત, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ દાખલ અપરાધિક અનાદરની અરજી ઉપર પણ આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. બીજેપી નેતા મીનાક્ષી લેખી તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા માટે રાફૅલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને તોડી-મરોડીને રજૂ કર્યો. તેનાથી કોર્ટનો અનાદર થયો છે.

આ પણ વાંચો, BRICS Summit સમિટ પહેલા પીએમ મોદીએ કહ્યુ, ભારત દુનિયાની સૌથી ખુલ્‍લી અને અનુકૂળ અર્થવ્યવસ્થા છે
First published: November 14, 2019, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading