સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રવાસી મજૂરો અંગે સરકાર પહેલાથી કામ કરી રહી છે, અમે દખલ નહીં કરીએ

News18 Gujarati
Updated: March 30, 2020, 1:31 PM IST
સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રવાસી મજૂરો અંગે સરકાર પહેલાથી કામ કરી રહી છે, અમે દખલ નહીં કરીએ
લૉકડાઉન બાદ સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોના સામૂહિક સ્થળાંતરનું સંકટ ઊભું થયું છે

લૉકડાઉન બાદ સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોના સામૂહિક સ્થળાંતરનું સંકટ ઊભું થયું છે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Coronavirus) લાગુ છે. જોકે, આ બધાની વચ્ચે ભારતમાં નવા પ્રકારનું સંકટ ઊભું થઈ ગયું છે. આ સંકટ રાજધાની સહિત દેશના અનેક વિસ્તારોથી પ્રવાસી મજૂરોના સામૂહિક સ્થળાંતરથી ઊભું થયું છે. એવામાં દેશભરમાં પ્રવાસી મજૂરોના સ્થળાંતરના મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સોમવારે એક જાહેર હીતની અરજી પર સુનાવણી થઈ. આ મામલે હવે આગામી સુનાવણી બુધવારે થશે.

સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ભારતના સંઘ અને તમામ રાજ્ય સરકારો સ્થિતિને ઠીક કરવા તમામ જરૂરી પગલાં ઉઠાવી રહી છે. તેઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ સંબંધમાં ટૂંક સમયમાં એક એફિડેવિટ દાખલ કરવા માંગે છે. તેની પર કોર્ટે કહ્યું કે પ્રવાસી મજૂરોના સ્થળાંતરને રોકવા માટે સરકાર પહેલાથી જ અનેક કામ કરી રહી છે. એવામાં કોર્ટ તેમાં દખલ નથી કરવા માંગતી. સ્ટેટસ રિપોર્ટ મળે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડને અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવને કહ્યું કે, અમે બધાનો ઉકેલ શોધી લઈશું, પરંતુ કેન્દ્ર જે કરી રહી છે તેનાથી નહીં. અમે તેમાં કારણ વગર દખલ નથી કરવા માંગતા. CJIએ કહ્યું કે, પહેલા અમે સરકાર તરફથી તે એફિડેવિટને જોવા માંગીશું, તેને દાખલ કરવાની છે, પછી અમે તેની પર બુધવારે સુનાવણી કરી શકીએ છીએ.

આ પણ વાંચો, Corona: લૉકડાઉન 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે? મોદી સરકારે આપ્યો આ જવાબ

અરજી કોણે દાખલ કરી છે?

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધના કારણે બેરોજગાર અને ઘરવિહોણા થયેલા લોકો હવે પોતાના વતન અને ગામ જવા માટે નીકળી પડ્યા છે. એવામાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કારણે લૉકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના પરિવારની સાથે હજારો કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. તેમની પાસે ન તો રહેવાની સુવિધા છે અને ન તો ઘરે પહોંચવાનું સાધન. તે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અરજીમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે કે કોર્ટ રાજ્ય સરકારોને આદેશ આપે કે તઆ લોકોને શેલ્ટર હોમમાં રાખીને સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

આ પણ વાંચો, ચીનનો દાવોઃ કોરોનાની સારવાર કરશે નૈનોમટીરિયલ, શરીરમાં ઘૂસીને વાયરસને ખાઈ જશે
First published: March 30, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading