તમામ રાજ્યોમાં એકસમાન હોય કોરોના ટેસ્ટિંગનો ચાર્જ, સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્દ્ર નિર્ણય લે

દર્દીઓની યોગ્ય દેખભાળ સુનિશ્ચિત કરવા માટે હૉસ્પિટલોનું નિરીક્ષણ કરવા માટે વિશેષજ્ઞોની પેનલની રચના કરવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

દર્દીઓની યોગ્ય દેખભાળ સુનિશ્ચિત કરવા માટે હૉસ્પિટલોનું નિરીક્ષણ કરવા માટે વિશેષજ્ઞોની પેનલની રચના કરવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

 • Share this:
  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ શુક્રવારે વિભિન્ન રાજ્યોમાં કોરોના વાયરસ (Coronavirus)ના ટેસ્ટિંગના ચાર્જ જુદા-જુદા હોવા પર ધ્યાન દોર્યું અને કેન્દ્રને આ મુદ્દે નિર્ણય લેવા માટે કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ દર્દીઓની યોગ્ય દેખભાળ સુનિશ્ચિત કરવા માટે હૉસ્પિટલોનું નિરીક્ષણ કરવા માટે વિશેષજ્ઞોની પેનલની રચના કરવી જોઈએ.

  જસ્ટિસ અશોક ભૂષણ, એસ. કે. કૌલ અને એમ. આર. શાહની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે તમામ રાજ્યોમાં COVID-19 ટેસ્ટિંગ ફીમાં એકરૂપતા હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે તેઓ દર્દીઓની દેખભાળનું નિરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે હૉસ્પિટલોમાં સીસીટીવી લગાવવાના આદેશને પસા કરવા અંગે પણ વિચાર કરી શકે છે.


  કોરોના દર્દીઓની યોગ્ય સારવાર અને શબોને સંભાળવા સંબંધિત સુઓ મોટોની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિશેષજ્ઞોની એક ટીમને હૉસ્પિટલોનું નિરીક્ષણ કરવું જોઈએ. સુધારાત્મક કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, મહેરબાની કરી દર્દીઓની સારસંભા ળ અને શબોને સાચવવામાં ખામીઓને દૂર કરો.

  આ પણ વાંચો, 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 13,586 નવા કેસ નોંધાયા, 336 દર્દીઓનાં મોત
  Published by:Mrunal Bhojak
  First published: