અયોધ્યા ચુકાદા પહેલા CJI રંજન ગોગોઈએ UPના DGP અને ચીફ સેક્રેટરી સાથે બેઠક કરી

News18 Gujarati
Updated: November 8, 2019, 1:02 PM IST
અયોધ્યા ચુકાદા પહેલા CJI રંજન ગોગોઈએ UPના DGP અને ચીફ સેક્રેટરી સાથે બેઠક કરી
સૂત્રોના કહેવા પ્રમાણે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અયોધ્ય ચુકાદ પહેલા ઉત્તર પ્રદેશના બંને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અયોધ્ય ચુકાદ પહેલા ઉત્તર પ્રદેશના બંને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

  • Share this:
નવી દિલ્હી :  વર્ષો જૂના અયોધ્યા (Ayodhya) રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) વિવાદમાં ચુકાદાની ઘડી હવે નજીક આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Chief Justice Ranjan Gogoi)એ શુક્રવારે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓ.પી. સિંહ (Director General of Police) અને મુખ્ય સેક્રેટરી (Chief Secretory) આર.કે તિવારી સાથે સુરક્ષા બાબતે મહત્વની બેઠક કરી હતી. હકીકતમાં સુપ્રીમ કોર્ટની સૂચના બાદ બંને અધિકારીઓ શુક્રવારે બપોરે નવી દિલ્હી પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ અયોધ્યાના ચુકાદા પહેલા બંને અધિકારીઓ સાથે બેઠક કરીને અયોધ્યા અને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.

નોંધનીય છે કે 17મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થઈ રહ્યા છે. આથી આશા રાખવામાં આવે છે કે આવતા અઠવાડિયે રામ જન્મભૂમિ-બાબરી વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. આશા છે કે 14 કે 15 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ અયોધ્યાની વિવાદિત જમીન પર પોતાનો ફેંસલો સંભળાવશે. આથી અયોધ્યા અને ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે બંને અધિકારીઓને સુપ્રીમ કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા.

આ પહેલા ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ કરીને કડક હાથે કામ લેવાની સૂચના આપી હતી. સીએમ યોગીએ અધિકારીઓને કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ભડકાઉ પોસ્ટરો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આવનાર ફેંસલા અંગે લોકો, નેતાઓ અને ધાર્મિક ગુરુઓ સાથે સતત સંવાદ કરવામાં આવે.

આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે લખનઉ સહિત દરેક જગ્યાએ 24 કલાક કંટ્રોલ રૂમ ચલાવવાનો આદેશ કર્યો છે. સાથે જ ફૂટ પેટ્રોલિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત અરાજગતા ફેલાવનારા લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આટલું કરવા છતાં કોઈ ન માને તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. કોમી એકતા તોડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે એરપોર્ટના બોર્ડિંગ વિસ્તારમાં કડક ચેકિંગ કરવાનો આદેશ કરાયો છે.

મુખ્યમંત્રીએ એડીજી, આઈડી અને અન્ય અધિકારીઓને કહ્યુ છે કે તેઓ જિલ્લામાં રાત્રિ પ્રવાસ કરે. સાથે જ જિલ્લામાં કરવામાં આવેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરે. તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષાનું આકલન કરવામાં આવે. સાથે જ ધર્મગુરુઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવે. અયોધ્યા અને લખનઉમાં હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવે. હૉટલો અને અન્ય સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવે. હૉટલમાં રોકનારા લોકો પર પણ બાજ નજર રાખવામાં આવે.
First published: November 8, 2019, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading