Home /News /national-international /INS Viraatને બચાવવાનો અંતિમ પ્રયાસ! સુપ્રીમ કોર્ટે ડિસ્મેન્ટલિંગ પર લગાવી રોક

INS Viraatને બચાવવાનો અંતિમ પ્રયાસ! સુપ્રીમ કોર્ટે ડિસ્મેન્ટલિંગ પર લગાવી રોક

એનવિટેક મરીન કન્સ્લટન્ટ્સ પ્રાઇવેટ લિમિેટડ નામની કંપની INS Viraatને સમુદ્રી સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે આગળ આવી

એનવિટેક મરીન કન્સ્લટન્ટ્સ પ્રાઇવેટ લિમિેટડ નામની કંપની INS Viraatને સમુદ્રી સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે આગળ આવી

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જહાજને સમુદ્રી સંગ્રહાલય અને મલ્ટીફંક્શનલ એડવેન્ચર સેન્ટરમાં પરિવર્તિત કરવાની માંગ કરનારી એક ફર્મની અરજી પર સુનાવણી બાદ, વિમાનવાહન યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ (INS Viraat)ને ડિસ્મેન્ટલિંગ કરવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. નોંધનીય છે કે, એનવિટેક મરીન કન્સ્લટન્ટ્સ પ્રાઇવેટ લિમિેટડ નામની કંપની જહાજને સમુદ્રી સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે આગળ આવી. જેણે ગોવા (Goa)માં જુઆરી નદીમાં ડૉક કરવામાં આવશે. ગોવા સરકાર (Goa Government) પણ આ પરિયોજના માટે આગળ આવી છે અને આ સંબંધમાં રક્ષા મંત્રાલય (Ministry of Defence)ને પત્ર લખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, દુનિયામાં સૌથી લાંબા સમય સુધી સેવારત યુદ્ધજહાજ INS Viraatને ત્રણ વર્ષ પહેલા ડીકમીશન કરવામાં આવ્યું હતું. કોઈ પણ કોર્પોરેટ હાઉસ એક મ્યૂઝિયમ માટે નાણા રોકવા તૈયાર નહોતું. ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોએ રસ દર્શાવ્યો હતો પરંતુ કોઈક કારણોસર તેઓ પાછળ હટી ગયા હતા.

આ પણ વાંચો, WhatsApp થશે ‘તડીપાર!’ ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે Made in India મેસેજિંગ એપ Sandes

શું છે INS Viraatનો ઈતિહાસ?

જોકે, કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ જહાજ 10 વર્ષથી વધુ નહીં ટકી શકે. પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝના મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ યુદ્ધજહાજ માટે બોલી લગાવવા માટે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સરકાર સંગ્રહાલય પરિયોજના પર 400-500 કરોડ રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ વિશેષજ્ઞોએ ચેતવણી આપી કે જહાજ 10 વર્ષથી વધુ નહીં ચાલે.

આ પણ વાંચો, ચાલતી બસમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ અટેક, મોત પહેલા 35 પેસેન્જરનો બચાવ્યો જીવ

INS Viraatને મૂળે બ્રિટિશ રોયલ નેવીએ 18 નવેમ્બર 1959ના રોજ એચએમએસ હેરમેસના રુપમાં કમીશન કર્યું હતું. વર્ષ 1982માં ફોકલેન્ડ્સ યુદ્ધ દરમિયાન કાર્યવાહી જોવા મળી હતી. વર્ષ 1986માં ભારતીય નૌસેના (Indian Navy)એ તેને ખરીદ્યું અને ત્યારથી તે હંમેશા કેન્દ્રબિંદુ રહ્યું છે. તેમાં 5,88,287 નોટિકલ માઇલ સેલિંગ કરવામાં આવ્યું હતું. તેનો અર્થ એ છે કે તેણે સમુદ્રમાં સાત વર્ષ પસાર કર્યા.
First published:

Tags: Indian Navy, INS Viraat, Museum, Supreme Court

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો