રાજકોટ આગકાંડ મામલે સુપ્રીમની ગુજરાત સરકારને ફટકાર- તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરો

રાજકોટ આગકાંડ મામલે સુપ્રીમની ગુજરાત સરકારને ફટકાર- તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરો
ગુજરાત સરકારના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જોઈએ. સાચા તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે

ગુજરાત સરકારના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જોઈએ. સાચા તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે

 • Share this:
  નવી દિલ્હીઃ રાજકોટમાં કોવિડ હૉસ્પિટલ (Rajkot COVID Hospital Fire)માં આગ લાગવા સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ગુજરાત સરકાર (Government of Gujarat)ની ફરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યને તથ્યોને દબાવવા ન જોઈએ. સાચા તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે.

  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આપના જણાવ્યા અનુસાર બધું સારું છે, પરંતુ વલણ વાયરિંગના મામલે પોતાના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનયરના રિપોર્ટથી વિપરિત છે. તમે માત્ર તપાસ પંચને રચીને ખુશ છો. આ મામલામાં ગુજરાત સરકાર વ્યવસ્થિત રીતે સોગંદનામું દાખલ કરે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta)ને અનુરોધ કર્યો કે આ મામલામાં રસ લે અને યોગ્ય રિપોર્ટ દાખલ કરે. આ કેસની આગામી સુનાવણી ગુરુવારે થશે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગના કારણે 6 દર્દીઓનાં મોત થયા હતા.



  આ પણ વાંચો, વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ

  અગાઉની સુનાવણીમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાના કારણે થયેલા મોતની ઘટના પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લેતાં સુનાવણી શરૂ કરી હતી અને આવી ઘટનાઓ પર અંકુશ લગાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની નિષ્ફળતા પર આકરી નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યો પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે સતત આવી ઘટનાઓ બનતી હોવા છતાંય આ સમસ્યાને રોકવા માટે કોઈ મજબૂત પગલાં નથી ઉઠાવવામાં આવ્યા. સુપ્રીમની બેન્ચે કહ્યું હતું કે આ કંપાવી દેનારી ઘટના છે. આ ખૂબ જ ગંભીર મામલો છે અને પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને આ સરકારી હૉસ્પિટલોની સ્થિતિ દર્શાવે છે. અમે આ મામલામાં સુઓમોટો લઈએ છીએ.

  આ પણ વાંચો, ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ કહ્યું- સ્થિતિ ચિંતાજનક

  ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જ્યારે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મિકેનિઝમના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સમય સમય પર માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં, રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી અને વિદ્યુત લાઇનોનું નિરીક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:December 01, 2020, 14:52 pm

  ટૉપ ન્યૂઝ