સેનામાં મહિલા અધિકારીઓને મળશે સ્થાયી કમીશન, સુપ્રીમ કોર્ટે HCના ચુકાદાને મારી મહોર

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓને કમાન્ડ પોસ્ટિંગ મળવું જોઈએ, આ તેમનો અધિકાર છે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓને કમાન્ડ પોસ્ટિંગ મળવું જોઈએ, આ તેમનો અધિકાર છે

 • Share this:
  નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ કહ્યું છે કે સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન મળશે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર મહોર મારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાઓને કમાન્ડ પોસ્ટિંગ મળવું જોઈએ, આ તેમનો અધિકાર છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. સરકારનું કહેવું હતું કે મહિલાઓને કમાન્ડ પોસ્ટિંગ ન આપી શકાય. તેમનો તર્ક હતો કે તેમનો દુશ્મન દેશ ફાયદો ઉઠાવી શકે છે. સાથોસાથ સેનાના યૂનિટમાં મોટાભાગના જવાન એવી પૃષ્ઠભૂમિમાંથી આવે છે કે મહિલા માટે કમાન્ડ કરવું મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને બરકરાર રાખ્યો છે.

  કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખૂબ ફટકારી લગાવી છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં મહિલાઓની સાથે કોઈ ભેદભાવ નહીં થવો જોઈએ. સાથોસાથ કહ્યું કે પુરુષોની જેમ મહિલાઓને પણ હવે તમામ અધિકાર મળવા જોઈએ.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાઓ પ્રતિ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. 30 ટકા મહિલાઓ મોરચે તૈનાત છે. કોર્ટે સુનાવણી દરમિયાન તાન્યા શેરગિર અને કેપ્ટન મધુમિતાનું પણ ઉદાહરણ આપ્યું.

  કોર્ટે એમ પણ કહ્યું કે જે મહિલા અધિકારીએ 14 વર્ષની સર્વિસ કરી લીધી છે તેમને 20 વર્ષ સુધી સેનામાં સેવા કરવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત એવું પણ કહ્યું કે 20 વર્ષની નોકરી બાદ તેમને પેન્શનની પણ તમામ સુવિધાઓ મળે.

  દિલ્હી હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં

  સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે જ્યારે રોક નહોતી લગાવવામાં આવી તેમ છતાંય કેન્દ્ર સરકારે હાઈકોર્ટના ચુકાદાને લાગુ નહોતો કર્યો. હાઈકોર્ટના ચુકાદા પર કાર્યવાહી કરવાનું કોઈ કારણ કે ઔચિત્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના 9 વર્ષના ચુકાદા બાદ કેન્દ્ર 10 કલમો માટે નવી નીતિ લઈને આવ્યું.

  આ પણ વાંચો, કાશી મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવ પણ કરશે સફર, ભોલેનાથ માટે રિઝર્વ રાખવામાં આવી 64 નંબરની સીટ!
  Published by:Mrunal Bhojak
  First published: