નવી દિલ્હી : દશકાઓ જૂના રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) પ્રોપર્ટી વિવાદ (Property Dispute)માં ટૂંક સમયમાં ચુકાદો આવવાની અપેક્ષા છે. હિન્દુ પક્ષની સુનાવણી બાદ હવે મુસ્લિમ પક્ષની સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કહેવાય છે કે 18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂરી થઈ શકે છે અને ટૂંક સમયમાં આ મામલામાં કોઈ મોટો ચુકાદો આવી શકે છે.
વર્ષો જૂના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ પ્રોપર્ટી વિવાદમાં ચુકાદો નવેમ્બર પહેલા આવી શકે છે. મામલામાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Chief Justice of India Ranjan Gogoi)એ તેના સંકેત આપ્યા.
Ayodhya land dispute case: Chief Justice of India Ranjan Gogoi says, "as per the estimate of tentative dates to finish the hearing in the case, we can say that the submissions have to be likely completed by October 18." pic.twitter.com/cj40Tb979r
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિે તમામ પક્ષોને પૂછ્યું કે, તેઓ કેટલા-કેટલા દિવસોમાં પોતાની રજૂઆત પૂરી કરી લેશે. બંધારણીય પીઠની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, જો એક વાર તમામ પક્ષ એ જણાવી દે કે કેટલો સમય લાગશે તો અમને પણ ખબર પડી જશે કે ચુકાદો લખવા માટે કેટલો સમય મળશે.
નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ વર્ષે 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જેથી બંધારણીય પીઠ વર્ષો જૂના આ વિવાદ પર આ પહેલા ચુકાદો સંભળાવી શકે છે. મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવને રજૂઆત કરતાં કહ્યું હતું કે વિવાદાસ્પદ સ્થળથી મળેલા થાંભલા પર જોવા મળેલા નિશાનોથી એ સાબિત નથી થઈ શકતું કે તે ઈસ્લામિક નથી. ધવને કહ્યું કે મસ્જિદો માત્ર મુસલમાનો દ્વારા નથી બનાવવામાં આવી. તાજમહલનું નિર્માણ માત્ર મુસલમાનોએ નહોતું કર્યુ. તેમાં મુસ્લિમ અને હિન્દુ બંને સમુદાયોના મજૂર સામેલ હતા.
ચીફ જસ્ટિસની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, તેમને મધ્યસ્થતા પેનલ તરફથી પત્ર મળ્યો છે, જેમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કેટલાક પક્ષ હજુ પણ મધ્યસ્થતા કરવા માંગે છે, જો એવું છે તો તેની પર આગળ વધી શકાય છે. જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે આ દરમિયાન મામલાની રોજેરોજ સુનાવણી બંધ નહીં થાય, પરંતુ સુનાવણી આવી જ રીતે ચાલતી રહેશે. સાથોસાથ કોર્ટે ભરોસો આપ્યો કે મધ્યસ્થતાની પ્રક્રિયા સમગ્રપણે ગોપનીય રહેશે.