હરેન પંડ્યા મર્ડર કેસ: સુપ્રિમ કોર્ટે 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

પ્રતિકાત્મક તસવીર

2003માં 26 માર્ચનાં રોજ હરેન પંડ્યાની અમદાવાદમાં હત્યા કરવામાં આવી હતી.

 • Share this:
  નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે શુક્રવારે ગુજરાતનાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસનાં 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

  વર્ષ 2003નાં વર્ષમાં હરેન પંડ્યાની અમદાવાદમાં હત્યા થઇ હતી. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા પણ સુપ્રિમ કોર્ટે આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

  2003માં 26 માર્ચનાં રોજ હરેન પંડ્યાની અમદાવાદમાં હત્યા કરવામાં આવી હતી.

  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિશન (CBI)એ તેની તપાસમાં એવું કહ્યું કે, ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણોનો બદલો લેવાનાં ભાગરૂપે હરેન પંડ્યાની હત્યા થઇ હતી.

  શુક્રવારે જસ્ટીસ અરુણ મિશ્રાનાં ખંઠપીઠે ગુજરાત સરકાર અને સીબીઆઇની અપીલ માન્ય રાખી હતી અને નોંધ્યું કે, ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદામાં ઘણી ખામીઓ હતી.

  2011માં ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા મર્ડર કેસનાં તમામ આરોપીઓને દોષમુક્ત કર્યા હતા અને સીબીઆઇએ આ કેસની તપાસમાં ગંભીરતા દાખવી નથી તેમ નોંધ્યું હતું. 2007નાં વર્ષમાં સ્પેશિયલ કોર્ટે હરેન પંડ્યા મર્ડર કેસમાં 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
  Published by:Vijaysinh Parmar
  First published: