નવી પ્રાઇવસી પોલિસી પર વોટ્સએપ-ફેસબુકને સુપ્રીમ કોર્ટની નોટિસ, કહ્યું- તમે ભલે ખરબોની કંપની હોય, પરંતુ...

નવી પ્રાઇવસી પોલિસી પર વોટ્સએપ-ફેસબુકને સુપ્રીમ કોર્ટની નોટિસ, કહ્યું- તમે ભલે ખરબોની કંપની હોય, પરંતુ...
સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને ફેસબુકને નોટિસ પાઠવીને કહ્યું છે કે દેશના નાગરિકોની પ્રાઇવસીની સુરક્ષા કરવી અમારી જવાબદારી છે

સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને ફેસબુકને નોટિસ પાઠવીને કહ્યું છે કે દેશના નાગરિકોની પ્રાઇવસીની સુરક્ષા કરવી અમારી જવાબદારી છે

 • Share this:
  નવી દિલ્હી. નવી પ્રાઇવસી પોલિસીના સંબંધમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ફેસબુક (Facebook) અને વોટ્સએપ (WhatsApp)ને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને ફેસબુકને કહ્યું કે લોકોની ગોપનીયતા ખૂબ અગત્યની છે. તમે બે-ત્રણ ખરબ ડૉલરની કંપની હોઈ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમના ડેટાને બીજે ક્યાંક વેચવામાં આવી રહ્યો છે. લોકોની પ્રાઇવસીની સુરક્ષા કરવી અમારી જવાબદારી છે.

  એક જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ અને ફેસબુકની નવી પ્રાઇવસી પોલિસીથી લોકોની પ્રાઇવસીનું હનન થઈ રહ્યું છે અને ડેટા લીક કરવામાં આવી રહ્યો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે વોટ્સએપ અને ફેસબુક યૂરોપ માટે અલગ માપદંડ રાખે છે અને ભારત માટે અલગ નિયમ છે, જે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે બંને કંપનીઓ પાસેથી જવાબ માંગ્યો છે.  આ પણ વાંચો, તમિલનાડુમાં 8 દિવસની જોડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું, નાળામાં ફેંકવાથી એકનું કરૂણ મોત

  ઉલ્લેખનીય છે કે, કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આરોપ લગાવ્યો કે WhatsAppએ માઇ વે કે હાઇ વે દૃષ્ટિકોણને અપનાવ્યો છે, જે અયોગ્ય અને ગેરબંધારણીય છે. તેનો ભારત જેવા લોકતાંત્રિક દેશમાં સ્વીકાર ન કરી શકાય. વોટ્સએપ વ્યક્તિગત ઉપયોગકર્તાના ડેટાને છેતરપિંડી કરી એકત્ર કરી રહ્યું છે. ભારતમાં પોતાના લૉન્ચ સમયે વોટ્સએપે ઉપયોગકર્તાઓને ડેટા અને મજબૂત પ્રાઇવસીના સિદ્ધાંતોને શૅર ન કરવાના વાયદાના આધાર પર આકર્ષિત કર્યા હતા.

  2014માં પણ કર્યા હતા ફેરફાર

  2014માં જ ફેસબુક દ્વારા વોટ્સએપના અધિગ્રહણ બાદ જ્યારે યૂઝર્સને પોતાના ડેટાની ગોપનિયતા પર સંદેહ શરૂ કરી દીધો હતો. કારણ કે તેમને ભય હતો કે તેમના વ્યક્તિગત ડેટાને ફેસબુકની સાથે શૅર કરવામાં આવશે. તે સમયે વોટ્સએપે વાયદો કર્યો હતો કે અધિગ્રહણ બાદ ગોપનિયતા નીતિમાં કોઈ પણ ફેરફાર નથી થયા. જોકે ઓગસ્ટ 2016માં વોટ્સએપ વાયદાથી પાછળ હટી ગયું અને એક નવી ગોપનિયતા નીતિ રજૂ કરી જેમાં તેણે પોતાના યૂઝર્સના અધિકારોની ગંભીર રીતે સમજૂતી કરી અને યૂઝર્સના પ્રાઇવસી અધિકારોને પૂરી રીતે નબળા કરી દીધા.

  આ પણ વાંચો, માર્ચમાં કરી રહ્યા છો હનીમૂનનું પ્લાનિંગ, તો ભારતના આ સ્થળોની જરૂર લો મુલાકાત

  વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી શું છે?

  વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી હેઠળ, કોમર્શિયલ વિજ્ઞાપન અને માર્કેટિંગ માટે ફેસબુક અને તેની સમૂહની તમામ કંપનીઓની સાથે વ્યક્તિગત ડેટા શૅર કરશે. ત્યારથી કંપની પોતાની નીતિઓમાં ફેરફાર કરી રહી છે, જેથી સૂચનાઓની એક વિસ્તૃત શ્રૃંખલાને એકત્ર કરવા અને સંસાધિત કરી શકાય અને ત્રીજા પક્ષને ડેટા આપી શકાય.
  Published by:Mrunal Bhojak
  First published:February 15, 2021, 14:41 pm

  ટૉપ ન્યૂઝ