Home /News /national-international /એસસી-એસટી માટે અનામતમાં પણ લાગૂ થશે 'ક્રિમિલેયર': સુપ્રીમ કોર્ટ

એસસી-એસટી માટે અનામતમાં પણ લાગૂ થશે 'ક્રિમિલેયર': સુપ્રીમ કોર્ટ

કોર્ટે સરકાર અને યાચિકાકર્તાથી કહ્યું કે બાળકોની તસ્કરી કેમ થઇ રહી છે તે પર થોડું રિસર્ચ કરો અને જવાબ દાખલ કરો. સાથે જ તે પણ જણાવો કે આ મામલે ઉકેલ શું છે. જો જરૂર પડી તો કોર્ટે આ પર એક્સપર્ટની બેઠકનું ગઠન કરશે. આ મામલે હવે સુનવણી બે સપ્તાહ પછી છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, એસસી-એસટી માટે અનામતમાં પણ 'ક્રીમી લેયર'નો નિયમ લાગૂ થશે.

  સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, એસસી-એસટી માટે અનામતમાં પણ 'ક્રીમી લેયર'નો નિયમ લાગૂ થશે.

  ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી સંવિધાનિક બેંચે વ્યવસ્થા આપી કે, સંવિધાનિક અદાલત પાસે સૌથી પછાત વર્ગોમાંથી ક્રીમી લેયર માટે કોઈ પણ પ્રકારના અનામતને ખતમ કરવાની શક્તિ નિહિત છે.

  બેંચ તરફથી જસ્ટિસ રોહિંટન એક નરીમને નિર્ણય લખ્યો. આમાં કહેવામાં આવ્યું છે કે, અનૂસુચિમાં કોઈ પણ સમૂહ અથવા સમુદાયને એસસી-એસટીમાં સામેલ કરવામાં આવી શકે છે. અદાલત આ ગ્રુપ્સ અથવા સબ ગ્રુપ્સમાં ક્રીમી લેયરના સિદ્ધાંતને સમાનતાની કસોટી પર લાગૂ કરી શકે છે.

  બેંચે કહ્યું કે, અનામતની પૂરી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય નાગરિકો વચ્ચે પછાત વર્ગોના લોકોને લાવવાનો છે, જેથી તે ભારતના અન્ય નાગરીકોની જે સમાનતાના આધાર પર હાથથી હાથ મિલાવીને ચાલી શકે. એ સંભવ નહી થઈ શકે, જો તે વર્ગની ક્રીમી લેયર સાર્વજનિક ક્ષેત્રની તમામ નોકરીઓ પર કબ્જો કરી લે અને તેને ચાલુ રાખે. આનાથી વર્ગના અન્ય લોકો પછાત જ રહી જશે જેવા પહેલા હતા.

  સુપ્રિમ કોર્ટે આદેશમાં કહ્યું કે, જ્યારે કોર્ટ એસસી-એસટી પર ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગૂ કરે છે, તો આ કોઈ પણ રીતે ભારતીય સંવિધાનના અનુચ્છેદ 341 અને 342ને જોડી-તોડી નથી કરાતો.

  બેંચે કહ્યું કે, અનૂસુચિયોમાં સામેલ જાતીઓ, ગ્રુપ્સ અથવા સબ-ગ્રુપ્સ પહેલાની જેમ જ રહેશે. આમાં માત્ર એવા લોકો હશે જે ક્રીમી લેયર સાથે જોડાયેલા હોવાના કારણે અસ્પૃશ્યતા કે પછાતપણામાંથી બહાર આવી ચુક્યા છે અને અનામતથી લાભાંવિત હોવાથી અલગ થઈ ચુક્યા છે.

  બેંચે કેન્દ્ર સરકારની એક અપીલને ફગાવી દીધી, જેમાં એસસી-એસટી ગ્રુપ્સમાં ક્રીમી લેયરની અવધારણાને અમાન્ય કરાર કરવાની માંગ કરવામાં આવી હતી.

  કોર્ટે કહ્યું જ્યારે અનુચ્છેદ 14 અને 16 સાથે અનુચ્છેદ 341 અને 342ની વ્યાખ્યા તાલમેલ સાથે કરવામાં આવી છે. આ રીતે એ સ્પષ્ટ છે કે, સંસંદ પાસે પૂરી સ્વતંત્રતા હશે કે, આ અનૂસુચિયોમાંથી લોકોને પ્રાસંગિક કારણોના આધારે સામેલ કરી શકે અથવા તેમને નીકાળી શકે.

  બેંચે કહ્યું કે, આ રીતે, સંવિધાનિક કોર્ટે જ્યારે અનુચ્છેદ 14 અને 16માં બતાવવામાં આવેલા સમાનતાના અધિકાર સાથે અનામતના સિદ્ધાંતને લાગૂ કરે છે, તો તે પોતાના અધિકાર ક્ષેત્રમાં જ રહીને ક્રીમી લેયરને આવા ગ્રુપ્સ અથવા સબ-ગ્રુપ્સથી અલગ કરે છે.

  કોર્ટે કહ્યું કે, આ પૂર્વ ચીફ જસ્ટિસ કેજી બાલકૃષ્ણનની અશોક કુમાર ઠાકુર કેસમાં આપવામાં આવેલી સલાહ સાથે સંબંધ નથી રાખતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ક્રીમી લેયર માત્ર ઓળખનો સિદ્ધાંત છે ના કે સમાનતાનો.

  કેન્દ્ર સરકારે 7 જજની બેંચને 2006ના એમ નાગરાજના નિર્ણયના હવાલાથી પુનર્વિચાર માટે આગ્રહ કર્યો હતો. જેમાં કોઈ પરિસ્થિતિઓનો હવાલો આપવામાં આવ્યો હતો.

  કોર્ટે કહ્યું કે, એસસી-એસટી ગ્રુપ્સમાં ક્રીમી લેયરની અવધારણા સ્થાપિત કરવાના સંબંધમાં આ નિર્ણય બિલકુલ સાચો હતો. જોકે, આનાથી પછાતપણાની તપાસ માટે આગળ રાખવો અયોગ્ય હતો.

  બેંચે કહ્યું કે, આ રીતે, સંવિધાનિક અદાલતો જ્યારે અનુચ્છેદ 14 અને 16માં બતાવવામાં આવેલા સમાનતાના અધિકાર સાથે આરક્ષણના સિદ્ધાંતને લાગુ કરે છે, તો તે પોતાના અધિકાર ક્ષેત્રમાં જ રહીને ક્રીમી લેયરને આવા ગ્રુપ્સ અથવા સબ ગ્રુપ્સથી અલગ કરે છે.

  કોર્ટે કહ્યું કે, પ્રશાસનિક ક્ષમતાને દરેક વખતે જોવી પડશે, જ્યારે પણ પ્રમોશન કરવામાં આવે. બેંચે કેન્દ્ર સરકારની એક અપીલને પણ ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એસસી-એસટીની સંખ્યાને દેશની કુલ જનસંખ્યાના ગુણોત્તર સાથે એ નક્કી કરવામાં જોવું જોઈએ, કે પ્રમોશનના પદમાં તેમનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહી.

  સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રમોશનના પદોના મામલામાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના નિર્ધારણને રાજ્યો પર છોડી દેવું જોઈએ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Says, Supreme Court

  विज्ञापन
  विज्ञापन