બ્રિટનથી કોહિનૂર પરત લાવવાનો આદેશ પસાર ન કરી શકીએ- સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: April 28, 2019, 2:01 PM IST
બ્રિટનથી કોહિનૂર પરત લાવવાનો આદેશ પસાર ન કરી શકીએ- સુપ્રીમ કોર્ટ
ફાઇલ ફોટો

બેન્ચે ક્યૂરેટિવ પિટિશન ફગાવતાં કહ્યું કે તેમાં કોઈ મેરિટ નથી અને પિટિશનકર્તા આ સંબંધમાં કોઈ યોગ્ય કારણ નથી જણાવી શક્યા

  • Share this:
(ઉત્કર્ષ આનંદ)

સુપ્રીમ કોર્ટે કોહિનૂને પરત લાવવા સંબંધી પિટિશન પર આપેલા પોતાના જૂના નિર્ણયની સમીક્ષા સંબંધી પિટિશન પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચને કોઈ આધાર ન મળ્યો જે હેઠળ ભૂતકાળમાં આપવામાં આવેલા આદેશની સમીક્ષા કરી શકાય.

બેન્ચે ક્યૂરેટિવ પિટિશન ફગાવતાં કહ્યું કે તેમાં કોઈ મેરિટ નથી અને પિટિશનકર્તા આ સંબંધમાં કોઈ યોગ્ય કારણ નથી જણાવી શક્યા કે કેમ આ મામલાની સુનાવણી કરવામાં આવે.

બેન્ચે પોતાના હાલના આદેશમાં કહ્યું કે, અમે ક્યૂરેટિવ પિટિશનની સાથે આપવામાં આવેલા દસ્તાવેજ જોયા. અમારા મતે રૂપા અશોક હુર્રા વિરુદ્ધ અશોક હુર્રા અને અનય મામલામાં નિયત માનકો હેઠળ કોઈ મામલો નથી બનતો. એવામાં આ ક્યૂરિટિવ પિટિશન ફગાવવામાં આવે છે.

પાંચ જજોની બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એન રમન્ના, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એકકે કૌલ સામેલ હતા. આ પહેલા કોર્ટે એનજીઓ, ઓલ ઈન્ડિયા હ્યૂમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ ફ્રન્ટ તરફથી દાખલ પિટિશન પર સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, કોહિનૂર હીરાની સાથે શું કરવાનું છે, તે આ સંબંધમાં બ્રિટેનને આદેશ ન આપી શકે.

કોર્ટે પૂછ્યું કે બે દેશોની વચ્ચે સંબંધો સાથે કોઈ પિટિશન, જે તેના ન્યાયાધિકારમાં નથી તે સુપ્રીમ કોર્ટ સુધી કેમ પહોંચી જાય છે.
First published: April 28, 2019, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading