સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતા સાથે થતા ભેદભાવને લઈ નિરાશા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, પીડિતાઓને આરોપીની જેમ જોવામાં આવે છે, અને તેણે સામાજિક બહિસ્કારનો સામનો કરવો પડે છે, આ ખુબ દુખની વાત છે. કોર્ટે તમામ જીલ્લામાં બળાત્કાર પીડિતાના પુનર્વાસ માટે વન સ્ટોપ સેન્ટર બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારો અને સંઘ શાસિત પ્રદેશોને રેપ પીડિતાઓના કલ્યાણ અને પુનર્વાસ માટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, દરેક જીલ્લામાં બળાત્કાર પીડિતાઓ માટે એક વન સ્ટોપ સેન્ટર બનાવવું જોઈએ. અહીં રેપ સંબંધિત મુદ્દાઓનું સમાધાન થવું જોઈએ અને પીડિતાઓના પુનર્વાસ માટે વ્યવસ્થા હોવી જોઈએ.
સુપ્રીમકોર્ટે સમાજની માનસીકતામાં પણ ફેરફાર લાવવાની વાત કરી છે. કોર્ટે કહ્યું કે, આ ખુબ દુખદ છે કે, સમાજમાં રેપ પીડિતાઓની સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમને સામાજિક બહિસ્કારનો સામનો કરવો પડે છે. આ માનસિકતામાં ફેરફાર લાવવાની જરૂર છે.
સર્વોચ્ચ અદાલતે રેપ પીડિતાઓના નામ, તસવીર સાર્વજનિક કરવા પર સખત આપત્તિ જાહેર કરી છે અને કહ્યું કે, તપાસ એજન્સી, પોલીસ કે મીડિયા દ્વારા કોઈ પણ રીતે રેપ પીડિતાની ઓળખ સાર્વજનિક ન કરવામાં આવવી જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર