Home /News /national-international /સુપ્રીમ કોર્ટનો દાખલો બેસાડતો ચુકાદો: મજૂરી કરીને પણ પતિએ પત્ની અને સગીર બાળકોને ભરણ પોષણ આપવું જોઈએ

સુપ્રીમ કોર્ટનો દાખલો બેસાડતો ચુકાદો: મજૂરી કરીને પણ પતિએ પત્ની અને સગીર બાળકોને ભરણ પોષણ આપવું જોઈએ

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

Supreme Court News:સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદાને ફેરવી નાખતા પતિને પોતાની પૂર્વ પત્ની અને સગીર બાળકોને ભરણ પોષણ આપવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શારીરિક રીતે સક્ષમ શખ્સને મજૂરી કરીને પણ તેના માટે પૈસા કમાવા જોઈએ.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભરણપોષણને લઈને મહત્વનો અને દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, જો પતિ શારીરિક રીતે સક્ષમ છે અને તે અલગ રહેતી પત્ની તથા સગીરવયના બાળકોના ભરણપોષણ માટે મજૂરી કરીને પણ પૈસા કમાવા પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામા કહ્યું કે, CRPCની કલમ 125 અંતર્ગત ભરણ પોષણની જોગવાઈ સામાજિક ન્યાય માટે છે. જેમાં ખાસ કરીને મહિલાઓે અને બાળકોના સંરક્ષણ માટે કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે. ત્યારે આવા સમયે પતિ પોતાના દાયિત્વથી મોં ફેરવી શકે નહીં.

    આ પણ વાંચો: Emblem Of india: સેન્ટ્રલ વિસ્ટા પર સિંહના મોં ખુલ્લા રહેશે, સુપ્રીમ કોર્ટે લગાવી મહોર

    સુપ્રીમ કોર્ટે પતિની તે દલીલને ફગાવી દીધી, જેમાં કહેવાયું હતું કે, ધંધો બંધ હોવાના કારણે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નથી. તેથી તે અલગ રહેતી પત્ની અને સગીર બાળકો માટે ભરણ પોષણ આપી શકશે નહીં. જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની પીઠે કહ્યું કે, પ્રતિવાદી શારીરિક રીતે સક્ષમ છે. ત્યારે આવા સમયે યોગ્ય રીતે પૈસા કમાઈ અને પત્ની તથા બાળકોના ભરણ પોષણનું દાયિત્વ નિભાવવુ પડશે. પીઠે કહ્યું કે, ફેમિલી કોર્ટ સમક્ષ પત્ની તરફથી આપવામાં આવેલા પુરાવા અને રેકોર્ડમાં રહેલા પુરાવાને જોતા કોર્ટે એ વાતનો સ્વિકાર કર્યો હતો કે, પ્રતિવાદી પાસે આવકના પુરતા સ્ત્રોત હતા.તેમ છતાં પણ તે પોતાની પત્નીને ભરણ પોષણ આપવામાં આનાકાની કરતો હતો.


    સુપ્રીમ કોર્ટે પત્નીને ભરણ પોષણ આપવાની માગને ફગાવી દેવા બદલ ફેમિલી કોર્ટને પણ આડેહાથ લીધી હતી. વડી અદાલતની પીઠે કહ્યું કે, ફેમિલી કોર્ટ વસ્તુઓને જોવા અને તેની પાછળના કારણો સમજવામાં નિષ્ફળ રહ્યું. સાથે જ કોર્ટે કહ્યું કે, સીઆરપીસીની કલમ 125નો ઉદ્દેશ્ય સાસરિયું છોડીને અલગ રહેતી મહિલાઓને નાણાકીય મદદ આપવાનું છે. જેથી તે ખુદ પોતાના બાળકો અને અને પોતાની જાતનું સારી રીતે ભરણ પોષણ કરી શકે. કોર્ટે કહ્યું કે, પતિને મજૂરી કરીને પણ પૈસા કમાવા જોઈએ.જેનાથી અલગ રહેતી પત્ની અને બાળકોને નાણાકીય મદદ કરી શકાય. જો પતિ શારીરિક રીતે સક્ષમ છે. તો તે આ ફરજ પુરી કરવામાં ના પાડી શકે નહીં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Suprem court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन