રાફેલ ડીલ: સરકારે સ્વીકાર્યું CAG રિપોર્ટમાં જમા નહોતા થયા 3 પાના, સુપ્રીમમાં ચુકાદો સુરક્ષિત

News18 Gujarati
Updated: March 14, 2019, 4:32 PM IST
રાફેલ ડીલ: સરકારે સ્વીકાર્યું CAG રિપોર્ટમાં જમા નહોતા થયા 3 પાના, સુપ્રીમમાં ચુકાદો સુરક્ષિત
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમે દસ્તાવેજોના વિશેષાધિકારની વાત કરી રહ્યા છો, પરંતુ તેના માટે તમારે સાચા તર્ક રજૂ કરવા પડશે

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમે દસ્તાવેજોના વિશેષાધિકારની વાત કરી રહ્યા છો, પરંતુ તેના માટે તમારે સાચા તર્ક રજૂ કરવા પડશે

  • Share this:
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે રાફેલ ડીલ પર પુન:વિચાર પિટિશન પર સુનાવણી થઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે CAGનો જે રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં કેટલાક દસ્તાવેજ નહોતા. રિપોર્ટમાં શરૂઆતના ત્રણ પાના સામેલ નહોતા. તેની પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમે દસ્તાવેજોના વિશેષાધિકારની વાત કરી રહ્યા છો. પરંતુ તેના માટે તમારે યોગ્ય તર્ક રજૂ કરવા પડશે. રાફેલ ડીલ પર સરકાર દ્વારા જે નવા દસ્તાવેજ જમા થવાના છે તેની પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

- સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને જણાવ્યું કે CAGનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં કેટલાક દસ્તાવેજ નહોતા. રિપોર્ટમાં શરૂઆતના ત્રણ પાના સામેલ નહોતા. જેની પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમે દસ્તાવેજોના વિશેષાધિકારની વાત કરી રહ્યા છો, પરંતુ તેના માટે તમારે સાચા તર્ક રજૂ કરવા પડશે.

 - સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે એટોર્ની જનરલને કહ્યું કે, તમે હવે દસ્તાવેજ બદલી રહ્યા છો અને વિશેષાધિકારની માંગ કરી રહ્યા છો. પરંતુ તમે પુરાવા રજૂ કર્યા છે. તેના જવાબમાં એજીએ કહ્યું કે દસ્તાવેજ બીજી પાર્ટીએ રજૂ કર્યા છે, અમે નહીં.
Loading...

- સુપ્રીમ કોર્ટમાં એજીએ આરટીઆઈ એક્ટનો તર્ક આપ્યો અને કહ્યું કે સુરક્ષા સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક ન કરી શકાય. જેની પર જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે જે સંસ્થાનોમાં એવો નિયમ છે અને જો ભ્રષ્ટાચારનો આરોપ છે તો પછી જાણકારી આપવી જ પડે છે.

- એટોર્ની જનરલે સુપ્રીમમાં સેક્શન 24નો હવાલો આપ્યો, જેમાં તેઓએ કહ્યું કે રક્ષા મંત્રાલય તેની અંતર્ગત નથી આવતું. જસ્ટિસ જોસેફે તેની પર જવાબ આપ્યો કે આરટીઆઈ એક્ટના કારણે ખેડૂતોને ફાયદો થયો, આપણો એક્ટ અમેરિકા, બ્રિટનથી પણ આગળ છે.

- એટોર્ની જનરે કોર્ટમાં તર્ક રજૂ કર્યો કે જે દસ્તાવેજોની વાત થઈ રહી છે તેમાં રાફેલનો ભાવ પણ સામેલ છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો હોઈ શકે છે. તેઓએ કહ્યું કે જો યુદ્ધ થાય છે તો દેશને નુકસાન પહોંચી શકે છે.

- સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં તર્ક રજૂ કરતાં કહ્યું કે જો ચોરી થઈ હતી તો સરકારે એફઆઈઆર કેમ નથી નોંધાવી. સરકાર પોતાની જરૂરિયાતો અનુસાર આ દસ્તાવેજોનો ખુલાસો કરી રહી છે. સીએજી રિપોર્ટમાં શું હશે, તે સરકારને કેવી રીતે ખબર.

- એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે આ બે સરકારોની વચ્ચેનો મામલો હતો તેથી અમે સીએજીને કહ્યું હતું કે રિપોર્ટમાં રકમનો ઉલ્લેખ ન કરે. તેની પર પ્રશાંત ભૂષણપે કહ્યું કે મામલામાં ભ્રષ્ટાચાર થયો છે તેથી સરકાર કોર્ટને દખલ કરવા કહી રહી છે.

- પ્રશાંત ભૂષણે કહ્યું કે પત્રકાર માટે કોઈ પણ કાયદામાં સોર્સ જણાવવાની પાબંધી નથી. તેઓએ કહ્યું કે 2Gમાં પણ એવું જ થયું હતું, કોઈ અજાણ્યા વ્યક્તિએ સીબીઆઈ રંજીત સિન્હાના ઘરનું એન્ટ્રી રજિસ્ટર આપ્યું હતું, જેનાથી ખુલાસો થયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ તર્કને માનવાનો ઇન્કાર કરી દીધો છે.

- પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે, જો રાફેલ પર દસ્તાવેજ સાચા છે તો પછી કોર્ટે સ્વીકાર કરી શકે છે. ભલે દસ્તાવેજ ક્યાંયથી પણ આવ્યા હોય. આ દરમિયાન તેઓએ USની સુપ્રીમ કોર્ટનો પણ હવાલો આપ્યો.

- જસ્ટિસ જોસેફે એટોર્ની જનરલને કહ્યું કે જે દસ્તાવેજોની વાત થઈ રહી છે અમે તેના વિશે જાણતા જ નથી. તે દસ્તાવેજોમાં એવું શું છે જે અમે પણ તેને ન જોઈ શકીએ. જોકે, તેની પર એજીએ કહ્યું કે કોર્ટ તે દસ્તાવેજોને જોઈ શકે છે. રાફેલ ડીલમાં સ્પષ્ટ છે કે આ સરકારોની વચ્ચેનો સોદો છે, તેથી કિંમત ન જણાવી શકીએ.
First published: March 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...