Home /News /national-international /Rajiv Gandhi Murder Case: રાજીવ ગાંધી હત્યાકેસમાં જેલવાસ ભોગવી રહેલા છ દોષિતોને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

Rajiv Gandhi Murder Case: રાજીવ ગાંધી હત્યાકેસમાં જેલવાસ ભોગવી રહેલા છ દોષિતોને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

rajiv gandhi (file photo)

સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ દોષિતોને છુટા કરવાનો આદેશ આપ્યો છે.

    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ દોષિતોને છુટા કરવાનો આદેશ આપ્યો છે.

    આ આદેશ બાદ એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુથેંદ્રરાજા અને શ્રીહરનને છુટા કરવામાં આવશે. જેલમાં તેમના આચરણ સારા હોવાનું તથા આ તમામે જેલમાં રહેવા દરમિયાન અલગ અલગ ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

    સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડમાં આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારિવલનને છુટા કરવાના પોતાના 18 મે 2022ના નિર્ણયને બાકી આજીવન દોષિતો પર પણ લાગૂ કર્યું છે.



    કોર્ટે કહ્યું કે, તમિલનાડૂ કેબિનેટે 9 સપ્ટેમ્બર 2018ના રોજ તેમને છુટા કરવાની ભલામણ કરી હતી અને આ મત રાજ્યપાલ માટે બાધ્યકારી હશે, જેમની સમક્ષ દોષિતોએ માફી અરજી દાખલ કરી હતી.

    21 મે 1991માં થઈ હતી રાજીવ ગાંધીની હત્યા


    આપને જણાવી દઈએ કે, પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડૂમાં હત્યા થઈ હતી. હત્યાકાંડમાં પેરારિવલન સહિત 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ટા઼ડા કોર્ટે અને સુપ્રીમ કોર્ટે પેરારિવલનને મોતની સજા સંભળાવી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rajiv gandhi, Supreme Court

    विज्ञापन
    विज्ञापन