Home /News /national-international /ભારતમાં સૌને પોતાના ભગવાન પસંદ કરવાનો છે અધિકાર, સુપ્રીમ કોર્ટે વ્યક્તિને 'પરમાત્મા' જાહેર કરવાની અરજી ફગાવી

ભારતમાં સૌને પોતાના ભગવાન પસંદ કરવાનો છે અધિકાર, સુપ્રીમ કોર્ટે વ્યક્તિને 'પરમાત્મા' જાહેર કરવાની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર

Supreme court on God: કોઈ આધ્યાત્મિક નેતાને 'પરમાત્મા' જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, કહ્યું ભારતમાં દરેકને પોતાના ભગવાન પસંદ કરવાનો અધિકાર છે.

  સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) સોમવારે એક અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, ભારતમાં દરેકને પોતાના ભગવાન પસંદ કરવાનો અધિકાર (Everyone in India has the right to choose their own God) છે. આ અરજીમાં કોઈ ખાસ આધ્યાત્મિક નેતાને 'પરમાત્મા' (Paramatma) એટલે કે સર્વોચ્ચ અસ્તિત્વ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ન્યાયાધીશ એમ.આર.શાહ અને સી.ટી.રવિકુમારની ખંડપીઠે આ અરજીને ફગાવી દેતા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, "ભારત એક બિનસાંપ્રદાયિક દેશ (secular country) છે અને અરજદારને પ્રાર્થના કરવાની મંજૂરી આપી શકાતી નથી કે ભારતના નાગરિકો શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્ર (Sri Sri Thakur Anukul Chandra as Paramatma)ને પરમાત્મા તરીકે સ્વીકારી શકે." આ પિટિશન "પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન" હોવાની નોંધ લઈને સર્વોચ્ચ અદાલતે અરજદાર ઉપેન્દ્રનાથ દલાઈ (petitioner Upendra Nath Dalai)ને રૂ. 1,00,000નો દંડ ફટકાર્યો હતો.

  અરજીકર્તા ઓડિશાના બાલાસોરના રહેવાસી ઉપેન્દ્રનાથ દલાઈએ ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, રાષ્ટ્રીય ખ્રિસ્તી પરિષદ ઉપરાંત શીખ, બૌદ્ધ, જૈન સંસ્થાઓ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. રામકૃષ્ણ મિશન, પુરી જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર પણ પાર્ટીઓ કરવામાં આવી હતી. તેઓએ માંગ કરી હતી કે કોર્ટ આ મામલે બધા પાસેથી જવાબો માંગે.

  અરજદારને 4 સપ્તાહમાં દંડ જમા કરવા આદેશ

  જો કે ખંડપીઠે અવલોકન કર્યું હતું કે આ અરજી 'અસલી' છે, પરંતુ તેણે કહ્યું હતું કે, "હવે, લોકો આવી PIL દાખલ કરતાં પહેલાં ઓછામાં ઓછું ચાર વખત વિચાર કરશે." સાથે જ કોર્ટે દલાઈને ચાર અઠવાડિયામાં દંડ જમા કરાવવા કહ્યું હતું.

  પ્રભુની દયાથી પ્રગટ થયાનો કર્યો દાવો

  વ્યક્તિગત રૂપે હાજર થયેલા દલાઈએ હિન્દીમાં દલીલ કરી હતી કે, તેઓ શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રને 'પરમાત્મા' તરીકે જાહેર કરવા ઈચ્છે છે, જે પ્રભુની દયાથી પ્રગટ થયા હતા.

  કોર્ટે કાઢી દલાઇની ઝાટકણી

  ખંડપીઠે વળતો જવાબ આપ્યો, "જો તમે ઇચ્છો તો તમે તેને પરમાત્મા ગણી શકો છો. શા માટે તેને બીજાઓ પર લાગુ કરવો? અમે અહીં તમારું વ્યાખ્યાન સાંભળવા નથી આવ્યા. આપણે એક બિનસાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ.

  આ પણ વાંચો: સીધી બાત નો બકવાસ! જયશંકરે કહી દીધું,'રશિયન ઓઇલ પર અમને લેક્ચર ન આપો', પાકિસ્તાન અંગે પણ તડને ફડ

  આ પણ વાંચો: જબરજસ્તી ધર્માતરણને સુપ્રીમ કોર્ટે બંધારણની વિરુદ્ધ ગણાવ્યું, ચેરિટીની નિયત પર ઉઠાવ્યા સવાલ

  ભારતમાં બધાને તેના ભગવાન પસંદ કરવાનો અધિકાર

  કોર્ટે વધુમાં જણાવ્યું કે, "તમે કહો છો કે બધાએ તમારા ગુરૂજીનો સ્વીકાર કરવો જોઈએ. એ કેવી રીતે બની શકે? ભારતમાં દરેકને પોતાનો ધર્મ, તેમના ભગવાનને પસંદ કરવાનો અધિકાર છે."  અનુયાયીઓ કહે છે યોગ પુરૂષોત્તમ

  આપને જણાવી દઇએ કે, 1888માં જન્મેલા શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રનું 1969માં અવસાન થયું હતું. તેમના લાખો અનુયાયી છે. 1987માં ટપાલ વિભાગે તેમના નામે એક સ્ટેમ્પ પણ છાપ્યો હતો. તેમણે 1946માં ઝારખંડના દેવઘરમાં સત્સંગ આશ્રમની સ્થાપના કરી હતી. જેની દુનિયાભરમાં 2000થી વધુ શાખાઓ છે. તેમના આધ્યાત્મિક જ્ઞાનને કારણે તેમના અનુયાયીઓ તેમને યુગ પુરુષોત્તમ પણ કહે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: God, Supreme, Supreme Court, Verdict

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन