મોદી સરકારને સુપ્રીમનો મોટો આંચકો, આલોક વર્મા CBI ડાયરેક્ટ પદે ચાલુ રહેશે

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને લઈ સુપ્રીમ આજે આપશે ચુકાદો (ફાઇલ)

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે આલોકકુમાર વર્માના પદથી હટાવવા નહોતા જોઈતા. એટલે કે આલોક વર્મા સીબીઆઈના ડાયરેક્ટર પદે ચાલુ રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આલોક વર્મા તપાસ પૂરી થાય ત્યાં સુધી કોઈ નીતિગત નિર્ણય નહીં લઈ શકે.

  કોર્ટે કહ્યું કે, નિયુક્તિ, પદથી હટાવવા અને ટ્રાન્સફરને લઈને સ્પષ્ટ નિયમ છે. એવામાં કાર્યકાળ ખતમ થતાં પહેલા આલોક વર્માને પદથી હટાવવા નહોતા જોઈતા. એટલે કે હવે આલોક વર્મા પોતાના નિયત કાર્યકાળ એટલે કે 31 જાન્યુઆરી સુધી સીબીઆઈ ડાયરેક્ટરના પદ પર ચાલુ રહેશે.

  સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સિલેક્ટ કમિટી પાસે જશે. સીજેઆઈ, વડાપ્રધાન અને નેતા વિપક્ષની સિલેક્ટ કમિટી એક સપ્તાહમાં એ નક્કી કરશે કે વર્માને તેમના પદથી હટાવવામાં આવે કે નહીં. સાથોસાથ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમાં કોઈ સંદેહ નથી કે સીવીસી એક્ટ (DPSE એક્ટ)માં સંશોધનની જરૂર છે.

  Supreme Court reinstates Alok Verma as CBI Director, however, he cannot take major policy decisions. pic.twitter.com/k5NMFdRbyU

    સીજેઆઈ રંજન ગોગોઈ મંગળવારે રજા પર છે. તે કારણે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની પિટિશન પર જસ્ટિસ સંજય કિશન કૌલે ચુકાદો સંભળાવ્યો.

  આ પણ વાંચો, દશરથના મહેલમાં 10 હજાર રૂમ હતા, કયામાં જન્મ્યા હતા ભગવાન રામ': અય્યર

  સીબીઆઈના ડાયરેક્ટર આલોકકુમાર વર્મા અને બ્યૂરોના સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ જાહેર થયા બાદ સરકારે ગયા વર્ષે 23 ઓક્ટોબરે બંને અધિકારીઓને તેમના અધિકારોથી વંચિત કરી રજા પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. બંને અધિકારીઓએ એક બીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

  કેન્દ્રએ તેની સાથે જ બ્યૂરોના જોઇન્ટ ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવને સીબીઆઈના ડાયરેક્ટરની કામચલાઉ કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

  અગાઉ, સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચે ગયા વર્ષે 6 ડિસેમ્બરે આલોક વર્માની પિટિશન પર વર્મા, કેન્દ્ર, સીબીઆઈ અને અન્યની દલીલો પર સુનાવણી પૂરી કર્યા બાદ કહ્યું હતું કે તેની પર ચુકાદો બાદમાં આપવામાં આવશે.

  બેન્ચે બિન સરકારી સંગઠન કામન કાજની પિટિશન ઉપર પણ સુનાવણી કરી હતી. આ સંગઠને કોર્ટના મોનીટરીંગમાં વિશેષ તપાસ ટીમથી રાકેશ અસ્થાના સહિત સીબીઆઈના તમામ અધિકારીઓ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાવવાનો અનુરાધો કર્યો હતો.

  કોર્ટે સીબીઆઈની ગરિમા કાયમ રાખવાના ઉદ્દેશ્યથી સીબીઆઈના કેબિનેટ સચિવ પાસેથી મળેલા પત્રમાં લાગેલા આરોપોની તપાસ બે સપ્તાહની અંદર પૂરી કરીને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં0 સોંપવાન નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટે સીવીસી તપાસનું મોનીટરીંગની જવાબદારી સુપ્રીમના નિવૃત્ત જજ એ કે પટનાયકને સોંપી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: