Home /News /national-international /સુપ્રીમ કોર્ટમાંથી શિંદે જૂથને મોટી રાહત, ચૂંટણી પંચના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર

સુપ્રીમ કોર્ટમાંથી શિંદે જૂથને મોટી રાહત, ચૂંટણી પંચના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર

સુપ્રીમ કોર્ટમાંથી શિંદે જૂથને મોટી રાહત

Supreme Court on Shivsena Name & Symbol: ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને 'ધનુષ અને તીર' ચૂંટણી પ્રતીક ફાળવવાનો આદેશ આપ્યો હતો, તેને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી. પક્ષ પર નિયંત્રણ માટે લાંબી લડાઈ પછી તેના 78 પાનાના આદેશમાં, કમિશને ઉદ્ધવ ઠાકરે જૂથને રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી "મશાલ" ચૂંટણી પ્રતીક જાળવી રાખવાની મંજૂરી આપી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Maharashtra, India
નવી દિલ્હી: શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને આ મામલે બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવી શકીએ નહીં.

આ અગાઉ મંગળવારે, એક અસામાન્ય પગલું ભરતા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના કેમ્પે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની છાવણીના શિવસેનાના ધારાસભ્યો સામેની બાકી ગેરલાયકાતની કાર્યવાહી પર નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ કહ્યું કે, બંધારણની લોકતાંત્રિક ભાવનાને જાળવી રાખવાનો આ એકમાત્ર રસ્તો હશે.

આ પણ વાંચો: Shiv Sena: શિવસેનાનું નામ અને નિશાન શિંદે જૂથને પરમેનન્ટ, ચૂંટણી પંચનો આદેશ

ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો. પક્ષના નિયંત્રણ માટે લાંબી લડાઈ પછી તેના 78 પાનાના આદેશમાં, કમિશને ઉદ્ધવ ઠાકરે જૂથને રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી "મશાલ" ચૂંટણી પ્રતીક જાળવી રાખવાની મંજૂરી આપી હતી.

આ મામલે પંચે જણાવ્યું હતું કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 55 વિજેતા ઉમેદવારોમાંથી લગભગ 76 ટકા મત એકનાથ શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોની તરફેણમાં પડ્યા હતા. મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના વિજેતા ઉમેદવારોની તરફેણમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને 23.5 ટકા મત મળ્યા હતા.
First published:

Tags: Eknath Shinde, Shiv sena, Supreme Court, Uddhav thackeray

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો