નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પહેલી એપ્રિલથી ઇશ્યુ થનારા ચૂંટણી બોન્ડ્સ (Electoral Bonds) પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ યોજના વર્ષ 2018માં લાગુ થઈ છે અને હાલ ચાલી રહી છે. સાથોસાથ તેની સુરક્ષા માટે પણ તમામ ઉપાય કરવામાં આવ્યા છે. તેની સાથે જ કોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીઓ (Assembly Elections) પહેલા, ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર રોક લગાવવાના અનુરોધ કરવાની અરજીને ફગાવી દીધી છે.
મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ (Election Commission of India)એ કહ્યું કે, તેઓ ચૂંટણી બોન્ડ યોજનાનું સમર્થન કરે છે કારણ કે જો આવું નહીં થાય તો રાજકીય પાર્ટીઓને ફંડ કેશમાં મળશે. જોકે ચૂંટણી પંચે કહ્યું કે તેઓ આ પ્રક્રિયામાં પારદર્શિતા ઈચ્છે છે.
Supreme Court refuses to stay the sale of fresh set of electoral bonds from April 1, ahead of state assembly elections in West Bengal, Tamil Nadu, Kerala, Assam and Union Territory of Puducherry pic.twitter.com/26I5gyHrnE
ચૂંટણી અને રાજકીય સુધારાઓના ક્ષેત્રમાં કામ કરનારી બિન-સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 1 એપ્રિલ અને 10 એપ્રિલની વચ્ચે નિર્ધારિત કરવામાં આવેલા ચૂંટણી બોન્ડ્સના વેચાણ પર વચગાળાની રોક લગાવવાની માંગ કરતાં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં ADR તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ચૂંટણી બોન્ડ્સ સત્તાધારી પાર્ટીને ફંડના નામે લાંચ આપીને કામ કરાવવાનો માર્ગ બની ગયો છે. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે હંમેશા આ લાંચ માત્ર સત્તાધારી પાર્ટીને જ નથી મળતી પરંતુ તેમને પણ મળે છે જેમની સરકાર ભવિષ્યમાં આવવાની શક્યતા વધારે રહે છે.