સુપ્રીમ કોર્ટે સ્થાયી કમિશન પર મહિલા આર્મી ઓફિસરોની અરજી ફગાવીને કહી આ વાત

પ્રતિકાત્મક તસવીર

આર્મીમાં મહિલાઓને હવે સમાન હક મળશે

 • Share this:
  ભારતીય સેના (Indian Army)એ મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમીશન (Permanent Commission for Women Army Officers) મામલે સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરી હતી તે ફગાવી છે. આર્મીમાં મહિલા ઓફિસરના સ્થાયી કમિશનને કોર્ટે મંજૂરી આપી છે. જે પછી કેટલીક મહિલા ઓફિસરાએ એક બીજી અરજી દાખલ કરી છે. જેમણે કટ ઓફ ડેટ પહેલા નોકરી કરી હતી. તેમની માંગ હતી કે આ નિયમને 14 વર્ષની નહીં પણ 20 વર્ષની કરવામાં આવે. અને તેમને 20 વર્ષના હિસાબે પેનશન અને બીજી સુવિધાઓ આપવામાં આવે. જો કે કોર્ટે આ અરજીને ફગાવી છે અને કહ્યું છે કે અમે મદદ કરવા ઇચ્છીએ છીએ પણ અમારે ક્યાંક તો એક સીમા રેખા ખેંચવી જ પડશે.

  કોર્ટે કહ્યું કે આ અરજી એક રીતથી સુપ્રીમ કોર્ટના સાત ફેબ્રુઆરીના તે આદેશ પર પુનવિચારની માંગ કરી રહ્યો હતો. જેમાં નિર્ણયની તારીખ પહેલા તમામ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાની વાત કરી રહ્યો હતો. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે અમારા નિર્ણય હતો કે જેણે નિર્ણય આવ્યો તે દિવસ સુધી 14 વર્ષની સેવા સમાપ્ત કરી છે. તેને પેનશન અને પીસી બેનિફિટ્સ મળશે. કટ ઓફ ડેનો નિર્ણય છે. જો અમે તેને બદલ્યો તો આગળ આવતા બેંચ માટે પણ બદલાવ કરવો પડશે.

  થયું એવું કે માર્ચમાં આ મહિલા અધિકારીઓએ 14 વર્ષ પૂરા કર્યા હતા અને સુપ્રીમ કોર્ટેના નિર્દેશ પર સરકારે 16 જુલાઇથી સ્થાયી કમિશન લાગુ કર્યું છે. સરકારે કહ્યું કે જો કટ ઓફ ડેટ સાથે સમજૂતી કરીશો તો મોટી મુશ્કેલી ઊભી થશે. અને મોટા પ્રમાણમાં મહિલા અધિકારીઓની લાઇન લાગી જશે.

  વધુ વાંચો : ટ્રમ્પની સેક્રેટરીનો ખુલાસો! કિમ જોંગે મને આંખ મારી હતી

  સુપ્રીમ કોર્ટે ગત મહિને જ મહિલાઓને આર્મીમાં સ્થાઇ કમીશન આપવાનો હક આપ્યો હતો. અને આ નિર્ણય પહેલા આર્મીમાં 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમીશનમાં સેવા આપનાર પુરુષોને જ સ્થાઇ કમિશનનો વિકલ્પ મળતો હતો. પણ મહિલાઓને આ હક નહતો. બીજી તરફ વાયુસેના અને નૌસેનામાં મહિલા ઓફિસરને સ્થાઇ કમિશન પહેલાથી જ મળી રહ્યું છે.  આર્મીમાં મહિલાઓને હવે સમાન હક મળશે. મહિલાઓ સેનાની તમામ 10 સ્ટ્રીમ આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, એન્જિનિયર, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મેકેનિકલ એન્જિનિયર, આર્મી સર્વિસ કોર્પ, ઇન્ટેલીજન્સ, જજ, એડવોકેટ જનરલ અને એજ્યુકેશનલ કોર્પમાં પરમાનેંટ કમીશન મળશે.
  Published by:Chaitali Shukla
  First published: