સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદમાં મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોને બન્ચે કહ્યું કે આ મામલાનો ઉકેલ મધ્યસ્થતા દ્વારા થાય. તેના માટે મધ્યસ્થતા કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ ઉપરાંત આ કમિટીમાં શ્રીશ્રી રવિશંકર અને શ્રીરામ પંચૂ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ સમગ્ર મધ્યસ્થતાની કાર્યવાહી ફૈજાબાદમાં થશે. તેનું કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક સપ્તાહમાં શરૂ થઈ જવાની છે એન આઠ સપ્તાહમાં મધ્યસ્થતા પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. ત્યારબાદ કમિટીને રિપોર્ટ કોર્ટમાં સોંપવો પડશે.
Supreme Court’s Constitution Bench refers Ram Janmabhoomi-Babri Masjid land dispute case for court appointed and monitored mediation for a “permanent solution” pic.twitter.com/ReESAb272q
હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અમને નથી લાગતું કે મધ્યસ્થતાના માધ્યમથી આ મામલાનો ઉકેલ આવી શકશે. પરંતુ જોકે માનનીય કોર્ટે એક પ્રક્રિયા રાખી છે. અમે રાહ જોઈશું. બીજી તરફ, મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અન્સારીએ કહ્યું કે વાતચીતથી ઉકેલાઈ જાય તો સારું છે. અમે મામલામાં ચુકાદો ઈચ્છીએ છીએ.
આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મધ્યસ્થતા માટે નામ ભલામણ કરવા માટે કહ્યું હતું. સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલામાં મધ્યસ્થતા માટે એક પેનલની રચના થવી જોઈએ.
હિન્દુ મહાસભા મધ્યસ્થતાની વિરુદ્ધ હતું. બીજી તરફ નિર્મોહી અખાડા અને મુસ્લિમ પક્ષ મધ્યસ્થતા માટે તૈયારી બતાવી હતી. મુસ્લિમ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ જ નક્કી કરે કે વાતચીત કેવી રીતે થાય.
અત્યાર સુધી અયોધ્યા મામલામાં 90,000 પાનાના પુરાવા એકત્ર કરવામાં આવી છે. 90,000 પાના અલગ-અલગ ભાષાઓમાં છે જેમાં અરબી, સંસ્કૃત, ફારસી જેવી ભાષાઓમાં આ પુરાવા છે. તેને અંગ્રેજીમાં અનુવાદ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર