સુપ્રીમ કોર્ટે પૂછ્યું, પ્રાઇવેટ કંપનીઓ આધારાકાર્ડ ડેટાનો દુરઉપયોગ નહીં કરે?

 • Share this:
  નવી દિલ્હી: આધારકાર્ડ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે, તે પ્રાઇવેટ કંપનીઓને શા માટે લોકોના આધારના ડેટા આપે છે આ પ્રાઇવેટ કંપનીઓ લોકોના આધારના ડેટોનો દુરઉપયોગ કરી શકે છે એ વાત કહી સરકાર સામે લાબબત્તી ધરી હતી.

  2016માં સંસદ દ્વારા આધાર કાર્ડનો કાયદો ઘડવામાં આવ્યો હતો પણ આ કાયદાને ચેલેન્જ કરતી અનેક પિટીશન સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટ આ અંગે સુનાવણી કરી રહી છે.

  મુખ્ય ન્યાયમૂર્તિ સહિત પાંચ ન્યાયાધીશોની બંનેલી ખંડપીઠ આધારકાર્ડને લગતી પિટીશન સાંભળી રહ્યાં છે. આ ખંડપીઠે નોંધ્યુ છે કે, "તાજેતરમાં કેમ્બ્રીજ એનાલિટીક્લ ડેટા જેવી ઘટના બની છે અને આ બાબતો કોઇ કાલ્પિનક ભયસ્થાનો નથી. ડેટા પ્રોટેક્શન માટેનો કડક કાયદો ન હોય એવા સમયે લોકોના આધારકાર્ડનો ડેટાનો દુરઉપયોગ નકારી શકાતો નથી. આવા સમયે આ વાત એકદમ પ્રસ્તુત બને છે."

  સુપ્રીમ કોર્ટે યુનિક આડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પુછ્યુ કે, "તે શા માટે પ્રાઇવેટ કંપનીઓને લોકોના આધાર કાર્ડના ડેટા આપે છે અને આ બાબતે કાયદાકીય શું જોગવાઇઓ છે?"

  કોર્ટે એમ પણ કહ્યું કે, યુઆઇડીએ દ્વારા કદાચ આધાર કાર્ડના ડેટોનો દુરઉપયોગ નહીં થાય પણ જે પ્રાઇવેટ કંપનીઓ પાસે આધારકાર્ડનો ડેટા ઉપલબ્ધ છે તે કંપનીઓ તેનો દુરઉપયોગ નહીં કરે તેની શું ખાતરી?
  ડેટા પ્રોટેક્શન અંગે સુપ્રીમ કોર્ટના પ્રશ્નના જવાબમાં યુઆઇડીએઆઇના વકીલે જણાવ્યું કે, જીવનમાં કશુ જ નિશ્ચિત નથી અને કશુ જ સલામત નથી. લોકો હવાઇ મુસાફરીમાં પણ મૃત્યુ પામે છે અને રોડ અકસ્માતમાં પણ મૃત્યુ પામે છે. આ પછી તેમણે દલીલ કરી કે, પાસપોર્ટ, એર ટિકીટ અને રેલ્વે ટિકીટ પર પણ નંબર હોય છે પણ એનાથી વ્યક્તિ તેની ઓળખ ગુમાવતો નથી.

  આ સુનાવણી દરમિયાન ખંડપીઠે એ વાતની નોંધ લીધી કે, "આઘારના ડેટા વિશે પ્રશ્નો છે એટલા માટે જ આ કાયદાને રદ કરવો યોગ્ય નથી. પણ જો તે નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરે, તો તેની સામે નાગરિકોને પુરતુ રક્ષણ મળવુ જોઇએ."
  Published by:Vinod Zankhaliya
  First published: