Home /News /national-international /સુપ્રીમ કોર્ટે ‘ભૂલી જવાના અધિકાર’ને આપી માન્યતા, ગણાવ્યો રાઇટ ટૂ પ્રાઇવસીનો ભાગ

સુપ્રીમ કોર્ટે ‘ભૂલી જવાના અધિકાર’ને આપી માન્યતા, ગણાવ્યો રાઇટ ટૂ પ્રાઇવસીનો ભાગ

સુપ્રીમ કોર્ટે 24 ઓગસ્ટ, 2017ના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં બંધારણ હેઠળ 'ગોપનીયતાના અધિકાર'ને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો હતો

Supreme Court : જાતીય ગુનાના કેસમાં સુનાવણી દરમિયાન ટોચની અદાલતે બંને પક્ષોની વ્યક્તિગત વિગતો છુપાવવાનો આદેશ આપ્યો હતો

    નવી દિલ્હી : આપણા બંધારણમાં (Constitution of India) મૂળભૂત અધિકારો અંતર્ગત દેશના દરેક નાગરિકને સમાન અધિકારો અને દરજ્જો આપવામાં આવે છે. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે (supreme court)ગોપનીયતાના અધિકારના પાસા તરીકે 'ભૂલી જવાના અધિકાર'નો સ્વીકાર (supreme court recognizes right to be forgotten) કર્યો છે. જાતીય ગુનાના કેસમાં સુનાવણી દરમિયાન ટોચની અદાલતે બંને પક્ષોની વ્યક્તિગત વિગતો છુપાવવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં યૌન અપરાધની પીડિતાએ સુપ્રીમ કોર્ટથી વિગતો છુપાવવાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે, જો કેસ સંબંધિત વિગતો જાહેર કરવામાં આવે તો તેને શરમજનક અને સામાજિક લાંછનનો સામનો કરવો પડશે.

    3 સપ્તાહની અંદર કરવામાં આવે કામગીરી

    લાઈવ લો રિપોર્ટ અનુસાર, આ મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, "આ રીતે અમે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને આ મુદ્દાની તપાસ કરવા અને અરજદાર અને પ્રતિવાદી નંબર 1 બંનેનું નામ અને સરનામું કેવી રીતે છુપાવી શકાય તે જાણવા માટે કહીએ છીએ. જેથી તેઓ કોઈ પણ સર્ચ એન્જિનમાં ન દેખાય." સુપ્રીમ કોર્ટની બેન્ચે પીડિતાની અરજીનો નિકાલ કરતાં 18 જુલાઇના પોતાના આદેશમાં કહ્યું હતું કે, આજથી ત્રણ સપ્તાહની અંદર રજિસ્ટ્રી દ્વારા જરૂરી કામ કરવામાં આવે.

    આ પણ વાંચો - કોણ છે અર્પિતા મુખર્જી? જેના ઘરે EDએ દરોડા પાડતા મળ્યા 20 કરોડ રૂપિયા

    પીડિતાની અરજીને વકીલનું સમર્થન

    સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, "જો પ્રતિવાદી નંબર 1નું નામ દેખાય તો પણ તે જ પરિણામ આપે છે. અરજદારે 'ભૂલી જવાનો અધિકાર' એ ગોપનીયતાનો અધિકાર હોવાની દલીલ કરી છે. તેમજ પ્રતિવાદીનું નામ, સરનામું, ઓળખ સંબંધિત વિગતો અને કેસ નંબર સાથે કેસ નંબર પણ દૂર કરવો જોઈએ. જેથી આ વિગતો સર્ચ એન્જિન પર દેખાય નહીં." પીડિતાની અરજીને પ્રતિવાદી નંબર 1ના વકીલે પણ સમર્થન આપ્યું હતું.

    'રાઇટ ટુ પ્રાઇવસી'ને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા

    સુપ્રીમ કોર્ટે 24 ઓગસ્ટ, 2017ના રોજ એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં બંધારણ હેઠળ 'ગોપનીયતાના અધિકાર'ને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો હતો. સર્વસંમત ચુકાદામાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરની અધ્યક્ષતાવાળી નવ જજોની બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 હેઠળ બાંહેધરી આપવામાં આવેલા 'જીવન અને સ્વતંત્રતાના અધિકાર'નો એક ભાગ છે.
    First published:

    Tags: Supreme Court, Supreme Court of India

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો