Home /News /national-international /શું AIMIM ની માન્યતા રદ થશે? આ વિવાદમાં ફસાઈ ઓવૈસીની પાર્ટી, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
શું AIMIM ની માન્યતા રદ થશે? આ વિવાદમાં ફસાઈ ઓવૈસીની પાર્ટી, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
asaduddin owaisi
સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ તરફથી વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલે કહ્યું કે, તેમાં કોઈ મૌલિક અધિકારનું હનન નથી થઈ રહ્યું. કેકે વેણુગોપાલે આગળ કહ્યું કે, આ જ પ્રકારની એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. તેનું નિરાકરણ હજૂ બાકી છે.
નવી દિલ્હી: ધાર્મિક નામોવાળી રાજકીય પાર્ટીની માન્યતા રદ કરવાની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે. જો કે, સુપ્રીમ કોર્ટમાં આજે આ કેસની સુનાવણી ટાળી દેવામાં આવી છે. 4 અઠવાડીયા બાદ આ કેસની સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં આ કેસ સંબંધિત અટવાયેલી અરજીની જાણકારી આપવા કહ્યું છે. આ સંબંધમાં અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટી એઆઈએમઆઈએમ (AIMIM) તરફથી વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલે અરજીને મેંટેનિબિલિટી પર સવાલ પર ઉઠાવતા અરજીને રદ કરવાની માગ કરી છે અને દિલ્હી હાઈકોર્ટમાં આવી અરજી પેન્ડીંગ હોવાનો હવાલો આપ્યો છે.
સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ તરફથી વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલે કહ્યું કે, તેમાં કોઈ મૌલિક અધિકારનું હનન નથી થઈ રહ્યું. કેકે વેણુગોપાલે આગળ કહ્યું કે, આ જ પ્રકારની એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. તેનું નિરાકરણ હજૂ બાકી છે.
આ ઉપરાંત વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ કમળ છે. જે હિન્દુ ધર્મમાં એક પ્રતીક છે. બાદમાં અરજીકર્તાના વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું કે, દેશમાં બે પ્રકારના રાજકીય દળ છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની પાર્ટીઓ, ચૂંટણી આયોગે પોતાના એફિડેવિટમાં જણાવ્યું છે કે, હાઈકોર્ટમાં દાખલ અરજીનું નિવારણ થઈ ચુક્યું છે.
AIMIMના નામમાં શું વાંધો?
અહીં ઉલ્લેખનિય છે કે, ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમનું ફુલ ફોર્મ ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન છે. તેમાં મુસ્લિમીન શબ્દ આવવા પર અરજીકર્તાએ વાંધો ઉઠાવ્યો છે. ઓવૈસીની પાર્ટી અને આવી રીતની અન્ય કોઈ પણ પાર્ટીની માન્યતા રદ કરવાની માગ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર