SC/ST ઍક્ટ : સુપ્રીમે સરકારની વાત માની, હવે પહેલાની જેમ તરત થશે ધરપકડ

News18 Gujarati
Updated: October 1, 2019, 2:53 PM IST
SC/ST ઍક્ટ : સુપ્રીમે સરકારની વાત માની, હવે પહેલાની જેમ તરત થશે ધરપકડ
પ્રતીકાત્મક તસવીર

માર્ચ 2018માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલા તપાસ થાય, ત્યારબાદ જ ધરપકડ કરવામાં આવે

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ એસસી-એસટી ઍક્ટ (SC/ST Act) મામલામાં કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજીને સ્વીકારી લીધી છે. હવે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના ચુકાદાને પલટી દીધો છે. એટલે કે આ ઍક્ટ હેઠળ હવે પહેલાની જેમ જ ફરિયાદ બાદ તરત ધરપકડ થઈ શકશે. નોંધનીય છે કે, 20 માર્ચ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે એસસી/એસટી ઍક્ટમાં ફેરફાર કરતાં તરત ધરપકડ ન કરવાનો ચુકાદો આપ્યો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલા તપાસ થશે અને પછી ધરપકડ કરવામાં આવે.

જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી. આર. ગવઈની બેન્ચે કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજી પર આ ચુકાદો સંભળાવ્યો. બેન્ચે કહ્યું કે સમાનતા માટે અનુસૂચિત જાતિ અને જાનજાતિઓનો સંઘર્ષ દેશમાં હજુ ખતમ નથી થયો. બેન્ચે કહ્યું કે, સમાજમાં હજુ પણ આ વર્ગના લોકો આભડછેટ અને અભદ્રતાનો સામનો કરી રહ્યા છે અને તે બહિષ્કૃત જીવન પસાર કરે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણના આર્ટિકલ 18 મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓના લોકોને સંરક્ષણ પ્રાપ્ત છે, પરંતુ તેની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આ કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ અને ખોટા કેસ કરવાના મુદ્દે કોર્ટે કહ્યું કે આ જાતિ વ્યવસ્થાના કારણે નહીં, પરંતુ માનવીય વિફળતાનું પરિણામ છે.
First published: October 1, 2019, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading