Home /News /national-international /Narayan Rane Case: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલા પર ચાલશે બુલડોઝર, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

Narayan Rane Case: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલા પર ચાલશે બુલડોઝર, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો

Narayan Rane Case: બોમ્બે હાઈકોર્ટે મંગળવારે બીએમસીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલામાં ગેરકાયદેસર ભાગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે.

    મુંબઈ: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો જુહૂમાં આવેલા બંગલા પર ગેરકાયદેસર નિર્માણ મામલામાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને ત્રણ મહિનાની અંદર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગેરકાયદેસર નિર્માણને કાયદેસર કરવાની અરજી પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે, જો આને મંજૂરી આપવામાં આવશે, તો મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ શરુ થઈ જશે.

    અહીં ઉલ્લેખનિય છે કે, બોમ્બે હાઈકોર્ટે મંગળવારે બીએમસીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલાના ગેરકાયદેસર ભાગને બે અઠવાડીયાની અંદર પાડવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે 10 લાખનો દંડ પણ નારાયણ રાણે પર ફટકાર્યો છે.

    આ પણ વાંચો: મુંબઈ પોર્ટ પરથી 1725 કરોડનું 20 ટન હેરોઈન જપ્ત, મોટો સવાલ- ભારત કઈ રીતે પહોંચ્યો આટલો મોટો જથ્થો?

    આ રકમ બે અઠવાડીયાની અંદર મહારાષ્ટ્ર રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણને જમા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા હતા. પણ નારાયણ રાણેએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તો વળી તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહોતી મળી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવાનો ઈનકાર કરતા આગામી 3 મહિનાની અંદર ગેરકાયદેસર નિર્માણ પાડવાનો આદેશ આપ્યો છે.


    હાઈકોર્ટે બીએમસીને ગેરકાયદેસર બાંધકામને આદેશ આપતા એ માન્યું હતું કે, બંગલાનો અમુક ભાગ નિર્માણમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફ્લોર સ્પેસ ઈંડેક્સનું ઉલ્લંઘન કર્યું છે.

    હાઈકોર્ટે કહ્યુ હતું કે, બીએમસી રાણે પરિવારની કંપનીની અરજીને સ્વિકાર કરી શકતી નથી. જેમાં એ માગ કરવામાં આવી હતી કે, તે ગેરકાયદેસર નિર્માણને મંજૂરી આપી દે. કોર્ટે કહ્યું કે, જો તેને મંજૂરી આપવામાં આવે તો, પછી મોટા પાયે ગેરકાયદેસર નિર્માણ શરુ થઈ જશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Narayan rane, મુંબઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन