લૉકડાઉનમાં શ્રમિકોના પૂરા પગાર મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, વાતચીત દ્વારા ઉકેલ શોધવામાં આવે

News18 Gujarati
Updated: June 12, 2020, 12:56 PM IST
લૉકડાઉનમાં શ્રમિકોના પૂરા પગાર મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, વાતચીત દ્વારા ઉકેલ શોધવામાં આવે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉદ્યોગ અને શ્રમિક એક-બીજા પર નિર્ભર, તેથી બંને પક્ષ સમાધાનનો પ્રયાસ કરે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉદ્યોગ અને શ્રમિક એક-બીજા પર નિર્ભર, તેથી બંને પક્ષ સમાધાનનો પ્રયાસ કરે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરમાં લાગુ લૉકડાઉન (Lockdown)ની સૌથી વધુ અસર શ્રમિકો પર પડી છે. કામ બંધ થવાથી તેમનો પગાર પણ બંધ થઈ ગયો છે. શ્રમિકોના પગાર સાથે જોડાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટ (Supreme Court)એ આજે સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે ઉદ્યોગોને કર્મચારીઓ સાથે વાત કરી મામલાનો ઉકેલ લાવવા માટે કહ્યું છે. તેની સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે 4 સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન કોઈ પણ ઉદ્યોગ પર દંડાત્મક કાર્યવાહી નહીં થાય.

સુપ્રીમ કોર્ટે MSMEs સહિત અનેક કંપનીઓ દ્વારા દાખલ અરજીઓ પર આદેશ આપ્યો. કંપનીઓએ ગૃહ મંત્રાલય દ્વારા COVID-19 મહામારીને રોકવા માટે લાગુ લૉકડાઉનના 54 દિવસની અવધિ દરમિયાન કર્મચારીઓને પૂરો પગાર અને ચૂકવણી કરવાના આદેશનો પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે એ નિર્ણય લેવાનો છે કે શ્રમિકોને પૂરો પગાર આપવો જોઈએ કે નહીં. જુલાઈના અંતિમ સપ્તાહમાં આ મામલે આગામી સુનાવણી થશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે શ્રમિકો અને નિયોક્તાઓની વચ્ચેના વિવાદોને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે પગાર સંબંધિત વિવાદોને ઉકેલવા માટે ખાનગી પ્રતિષ્ઠાનો અને શ્રમિકોને એક સાથે બેસીને વાતચીત કરવા દો.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટના આદેશને શ્રમ વિભાગો સુધી સર્કુલેટ કરવાનું કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરે. કોર્ટે કહ્યું કે જુલાઈના અંતિમ સપ્તાહ સુધી નિયોક્તાઓની વિરુદ્ધ બળપૂર્વક કાર્યવાહી કરવાનો કોઈ આદેશ નથી આપી રહ્યા.

આ પણ વાંચો, રાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ
સુનાવણી દરમિયાન જસ્ટિસ ભૂષણે કહ્યું કે, અમે નિયોક્તાઓની વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી નહીં કરવાના આદેશ આપ્યા છે. પહેલાનો આદેશ ચાલુ રહેશે. કેન્દ્ર દ્વારા જુલાઈના અંતિમ સપ્તાહ વિસ્તૃત સોગંધનામું દાખલ કરવામાં આવે. રાજ્ય સરકારના શ્રમ વિભાગના કર્મચારીઓ અને નિયોક્તોને સુવિધા પૂરી પાડવા માટે વાતચીત કરવામાં આવે.

આ પણ વાંચો, ચીનનું નરમ વલણ છતાંય ભારત સતર્ક, સરહદ પર વધાર્યા સૈનિકો અને હથિયાર
First published: June 12, 2020, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading