ફડણવીસ સરકારને 'સુપ્રીમ' આંચકો, કાલે 5 વાગ્યા પહેલા બહુમત સાબિત કરવો પડશે

News18 Gujarati
Updated: November 26, 2019, 10:59 AM IST
ફડણવીસ સરકારને 'સુપ્રીમ' આંચકો, કાલે 5 વાગ્યા પહેલા બહુમત સાબિત કરવો પડશે
સુપ્રીમ કોર્ટ

ફડણવીસ સરકારને 27 નવેમ્બરે ઓપન બેલેટથી ફ્લોર ટેસ્ટ આપવો પડશે. તેનું લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે

  • Share this:
નવી દિલ્હી/મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાને લઈ ચાલી રહેલા સંકટ પર સુપ્રીમ કોર્ટ (Supreme court) મંગળવારે ચુકાદો આપ્યો કે 27 નવેમ્બરના સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવો પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ફ્લોર ટેસ્ટમાં કોઈ સિક્રેટ બેલેટ નહીં રાખી શકાય અને સમગ્ર પ્રક્રિયાનું લાઇવ ટેલિકાસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસ સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, ફડણવીસ સરકારને 27 નવેમ્બરે ઓપન બેલેટથી ફ્લોર ટેસ્ટ આપવો પડશે. તેનું લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે.

ચુકાદો વાંચતા જસ્ટિસ રમન્નાએ કહ્યુ કે, આ કોર્ટ સંસદીય લોકતંત્રના સિદ્ધાંતોને કાયમ રાખવા, નાગરિકોના અધિકારોની રક્ષા અને સુશાસન માટે છે. બાકી તમામ મામલા બાદમાં સાંભળી શકાય છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની મહત્વનો વાતો

- સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં કાલે એટલે કે 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે.
- પહેલા પ્રોટેમ સ્પીકર તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે, ત્યારબાદ ફ્લોર ટેસ્ટ થશે.
- ફ્લોર ટેસ્ટમાં ગુપ્ત મતદાન નહીં થાય અને તેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે. સોનિયાએ કહ્યું કે, ફ્લોર ટેસ્ટમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની જીત થશે.

નોંધનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને મુખ્યમંત્રી પદના શપથ અપાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ના નિર્ણય વિરુદ્ધ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ (Shiv Sena-NCP-Congress)ની અરજી પર સુપ્રીમ કોર્ટ  આ ચુકાદો સંભળાવ્યો છે.

SG તુષાર મહેતાએ કોર્ટને સોંપ્યા હતા રાજ્યપાલના પત્ર

સોમવારે સુપ્રીમ કોર્ટમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી (Mukul Rohatgi), અજિત પવાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે પક્ષ રજૂ કર્યો. બીજી તરફ, કૉંગ્રેસ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (Kapil Sibal)એ રજૂઆત કરી. સુનાવણી શરૂ થતાં જ સૉલિસિટર જનરલ તુષાર મહેતા (SG Tushar Mehta)એ રાજ્યપાલના પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યા. તેઓએ પૂછ્યું કે, શું કોર્ટ રાજ્યપાલના નિર્ણયને પલટી શકે છે? તેઓએ રાજ્યપાલના બંધારણીય અધિકારો (Constitutional Rights)નો હવાલો પણ આપ્યો.

આ પણ વાંચો, નાયબ-મુખ્યમંત્રી બન્યાના 48 કલાક બાદ અજિત પવાર સિંચાઈ ગોટાળામાં ક્લીનચિટ

સિંઘવી અને રોહતગીની વચ્ચે થઈ હતી ઉગ્ર દલીલો

એનસીપી (શરદ પવાર કેમ્પ) તરફથી રજૂ થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, જો બંને પક્ષ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે તો વિલંબ કેમ થઈ રહ્યો છે. તેઓએ કહ્યુ કે, જો કંઈક છુપાવવામાં આવી રહ્યું છે તો ગોટાળો કરવામાં આવ્યો છે. અજિત પવારની ચિઠ્ઠી નકલી છે. તેની પર મુકુલ રોહતગી ભડકી ગયા. તેઓએ વાંધો વ્યક્ત કર્યો. આ દરમિયાન તુષાર મહેતાએ કહ્યુ કે, મહાવિકાસ અઘાડી (MVA)એ યાદીમાં ગડબડ કરી છે. તેની પર સિંઘવીએ કહ્યુ કે, ફ્લોર ટેસ્ટથી જાણી શકાશે કે તમે ઊંધા માથે પડશો.

કોર્ટે કહ્યું, અમને ખબર છે કે શું આદેશ આપવાનો છે

કોર્ટે સિંઘવીને પૂછ્યું કે, શું તમે ડિમાન્ડ કરી રહ્યા છો. તેની પર તેઓએ કહ્યુ કે, અમે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છીએ. તેની પર જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યુ કે, અમને ખબર છે કે શું આદેશ આપવાનો છે. તેની પર મુકુલ રોહતગીએ કહ્યુ કે, વિધાનસભાની કેટલીક પરંપરાઓ છે, જેનું પાલન થવું જોઈએ. રોહતગીએ કહ્યુ કે, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. તરત ફ્લોર ટેસ્ટના આદેશ ન આપી શકાય. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મામલામાં કાલ સવારે 10:30 વાગ્યે ચુકાદો આપવામાં આવશે.

આ પણ વાંચો, મહારાષ્ટ્ર: કોંગ્રેસ, NCP અને શિવસેનાના ધારાસભ્યોએ શપથ લીધા, કોઈ અન્યને સમર્થન નહીં આપું
First published: November 26, 2019, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading