સુપ્રીમ કોર્ટે તેનાં હમણાંનાં જ એક નિર્ણયમાં દિવાળી પર ફટાકડા ફોડવાનો એક નિશ્ચિત સમય નક્કી કર્યો છે. ફટાકડા રાતનાં 8 થી 10 સુધી માત્ર બે કલાક જ ફોડી શકાશે. આ સિવાય દિવાળી કે અન્ય શુભ અવસર પર માત્ર ગ્રીન ફટાકડાનો જ વપરાશ કરી શકાશે. આવો જાણીએ કે શું છે આ ગ્રીન ફટાકડા?
ગ્રીન ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં ઓછાં ખતરનાક અને તેમાં ઓછું નુકસાનદાયી કેમિકલ હોય છે. તેમાં કેમિકલ ફૉર્મુલેશન એ પ્રકારે હોય છે જે પાણીનાં અણું પેદા કરે છે. ઉત્સર્જનનું સ્તર ઘટાડે છે તેમજ ધુળનાં રજકણોને ચુસી લે છે. આ એક પાર્ટિક્યુલેટ મેટર છે, જે હવામાંથી નાઈટ્રસ ઑક્સાઈડ અને સલ્ફર ઑક્સાઈડ જેવા પ્રદુષકોને 30 થી 35% ઓછો કરે છે.
મોટે ભાગે તો આ એક 'લાઈટ એન્ડ સાઉન્ડ' શૉ જેવું હોય છે જે ઓછું પ્રદુષણ ફેલાવે છે.
કાઉન્સિલ ઑફ સાંઈટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ(CSIR) ના રાષ્ટ્રીય પર્યાવરણીય ઈજનેરી સંશોધન આને તૈયાર કરી રહ્યા છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન પાસેથી મંજુરી મળ્યા બાદ આ ગ્રીન ફટાકડાનું ઉત્પાદન શરૂ થશે. તેમજ CSIR ની સેન્ટ્રલ ઈલેકટ્રોનિક એન્જિનિયરીંગ રિસર્ચ ઈંસ્ટીટ્યુટ દ્ધારા ઈ-ફટાકડા પર પણ કામ થઈ રહ્યું છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર