સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કાલે જ થશે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

News18 Gujarati
Updated: March 19, 2020, 7:13 PM IST
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કાલે જ થશે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ
સુપ્રીમ કોર્ટના મોટો નિર્ણય, કાલે જ થશે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

સદનમાં હાથ ઉઠાવીને વોટિંગ થશે અને આ આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજનીતિક સંકટને લઈને સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કરતા કહ્યું છે કે મધ્ય પ્રદેશ વિધાનસભામાં શુક્રવારે જ ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. આ પહેલા સતત કોંગ્રેસ તરફથી વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી ફ્લોર ટેસ્ટ ન કરાવવાની માંગણી કરતા હતા.

વીડિયો રેકોર્ડિંગ થશે
સુપ્રીમ કોર્ટે આ દરમિયાન આદેશ આપ્યો છે કે સદનમાં હાથ ઉઠાવીને વોટિંગ થશે અને આ આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. ફ્લોર ટેસ્ટ સાંજે પાંચ કલાક પહેલા પૂરો કરવો પડશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બીજેપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે આ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. દલાલોની સરકાર છે જેણે લોકોને દગો આપ્યો છે. તેમનો ફ્લોર ટેસ્ટમાં પરાજય નિશ્ચિત છે.

કોંગ્રેસ સતત કરી રહી હતી ફ્લોર ટેસ્ટનો વિરોધ - આ પહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પિકર તરફથી પક્ષ રાખી રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય કરવો સ્પિકરના અધિકાર ક્ષેત્રમાં છે. તેમણે આ દરમિયાન દલીલ આપી હતી કે બીજેપીની અરજી આ અધિકાર ક્ષેત્રમાં દખલ છે. આ સાથે મુખ્યમંત્રી કમલનાથનો પક્ષ રાખી રહેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે કેવા પ્રકારની રાજનીતિ છે કે અમે તેમની (કોંગ્રેસ ધારાસભ્યો) પાસે જઈ શકતા નથી, ના તે તેમને મળી રહ્યા છે.
First published: March 19, 2020, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading