સુપ્રીમ કોર્ટનો આદેશ, 10 દિવસ બાદ એર ઈન્ડિયાના પ્લેનમાં મિડલ સીટનું બુકિંગ નહીં થાય

News18 Gujarati
Updated: May 25, 2020, 12:35 PM IST
સુપ્રીમ કોર્ટનો આદેશ, 10 દિવસ બાદ એર ઈન્ડિયાના પ્લેનમાં મિડલ સીટનું બુકિંગ નહીં થાય
સોશિયલ ડિસ્ટન્સિંગનો હવાલો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એર ઈન્ડિયાના પ્લેનમાં વચ્ચેની સીટ ખાલી રાખવી અનિવાર્ય રહેશે

સોશિયલ ડિસ્ટન્સિંગનો હવાલો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એર ઈન્ડિયાના પ્લેનમાં વચ્ચેની સીટ ખાલી રાખવી અનિવાર્ય રહેશે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા બે મહિનાગી લાગુ લૉકડાઉન (Lockdown) બાદ આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સેવા (Domestic airlines)ઓ શરૂ કરવામાં આવી છે. વિમાન સેવા શરૂ થવાની સાથે જ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ તેની પર એક મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આગામી 10 દિવસ સુધી એર ઈન્ડિયા (Air India)ની પૂર્ણ ફ્લાઇટ્સનું સંચાલન થઈ શકશે કારણે તેનું બુકિંગ પહેલાથી થઈ ચૂક્યું છે. પરંતુ ત્યારબાદ એર ઈન્ડિયાના પ્લેનમાં વચ્ચેની સીટને ખાલી રાખવી અનિવાર્ય રહેશે. સુપ્રીમ કોર્ટે સોશિયલ ડિસ્ટન્સિંગના હવાલો આપતાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટમાં એર ઈન્ડિયાના પ્લેનમાં મુસાફરોની સંખ્યાને જોતાં આ પિટિશન દાખલ કરવામાં આવી હીત. પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે એરલાઇન કંપની પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી કરી રહી અને દરેક સીટ પર મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. પિટિશનની સુનાવણી કરતાં બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાને મિડલ સીટનું બુકિંગ ન કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો, રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ

બોમ્બે હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ કેન્દ્ર સરકાર અને એર ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી 10 દિવસ સુધી ફ્લાઇટ સેવાઓને પહેલાની જેમ જ ચલાવી શકાશે કારણ કે ટિકિટોનું બુકિંગ થઈ ચૂક્યું છે. પરંતુ ત્યારબાદ એર ઈન્ડિયાને પોતાના પ્લેનની મિડલ સીટને ખાલી રાખવી અનિવાર્ય રહેશે.

આ પણ વાંચો, ચિંતા! ભારતમાં 21 લાખ લોકો થઈ શકે છે સંક્રમિત, 13 દિવસમાં ડબલ થયા કોરોનાના કેસ
First published: May 25, 2020, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading