Home /News /national-international /આ અમારું કામ નથી! વસ્તી વધારો કાબુમાં લેવા અંગેની નીતિ બનાવવા માંગ અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, એ સરકારનું કામ

આ અમારું કામ નથી! વસ્તી વધારો કાબુમાં લેવા અંગેની નીતિ બનાવવા માંગ અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, એ સરકારનું કામ

સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)

Supreme Court On Population Control: વસ્તી વિસ્ફોટથી થતા નુકસાન અંગે ઉપાધ્યાયની દલીલોના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં કોર્ટ શું કરી શકે? આ અંગે નીતિ બનાવવાનું કામ સરકારનું છે.

    સર્વોચ્ચ અદાલતે વધતી જતી વસ્તીને અંકુશમાં લેવાના પગલા તરીકે બે બાળકની નીતિનો આદેશ આપવાની માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે શું આ એવો મુદ્દો છે, જેમાં અમારે દખલ કરવી જોઈએ? અને લૉ કમિશન કેવા પ્રકારનો રિપોર્ટ આપી શકે? વસ્તી વૃદ્ધિ એવી વસ્તુ નથી જે એક દિવસમાં અટકી જાય. આપણે ધીમે ધીમે સ્થિરતા તરફ આગળ વધી રહ્યા છીએ. આ સરકારે ધ્યાન રાખવાની બાબત છે. તમને શું લાગે છે કે દરેક બાબતમાં કોર્ટને સામેલ કરવી જોઈએ? આ સરકારનું કામ છે અને સરકાર કરી પણ રહી છે.

    ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી 

    અરજદાર ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કોર્ટને અલગ-અલગ દલીલો અને તર્ક સાથે મુદ્દાની જટિલતા જણાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ કોર્ટની સામે તેમની એક ન ચાલી. કોર્ટે આ અરજીને ફગાવી દેવાની અને પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

    જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એએસ ઓકની ખંડપીઠ સમક્ષ વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાંની માંગણીના મામલે અરજદાર વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું હતું કે, પંચે રિપોર્ટ દાખલ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લૉ કમિશન આ અંગે રિપોર્ટ કેવી રીતે તૈયાર કરી શકે?

    આ પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર 'ચંપક ચાચા' ખરાબ રીતે ઘાયલ થયા, ડોક્ટરોએ જુઓ શું કહ્યું

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં કોર્ટ શું કરી શકે?

    વસ્તી વિસ્ફોટથી થતા નુકસાન અંગે ઉપાધ્યાયની દલીલોના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં કોર્ટ શું કરી શકે? આ એક સામાજિક મુદ્દો છે. અમે આ વિશે કંઈ કરી શકતા નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે દરેક સ્તરે વસ્તી નિયંત્રણના મુદ્દે પગલાં લઈ રહ્યા છીએ. આ પછી પણ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ નીતિનો મામલો છે. આ અંગે નીતિ બનાવવાનું કામ સરકારનું છે. અમારે તેમા શા માટે કઈ કરવું જોઈએ? કોર્ટે કેવી રીતે આદેશ આપી શકે કે વસ્તીને કેવી રીતે નિયંત્રિત કરવી. તમારી અરજી તપાસો. તમારી માંગણીઓ શું છે તે જુઓ. હવે તમે તો એમ પણ લખ્યું છે કે સરકારે દર રવિવારને વસ્તી નિયંત્રણ દિવસ તરીકે જાહેર કરવો જોઈએ.



    સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દરેક મુદ્દે હસ્તક્ષેપ કરી શકીએ નહીં. તમે લોકપ્રિયતા મેળવવા માંગો છો. અમારું કામ તમને પ્રસિદ્ધિ મેળવી આપવાનું નથી. અમે અરજી સાંભળીશું નહીં. કોર્ટના સણસણતા જવાબ બાદ ઉપાધ્યાયે અરજી પાછી ખેંચી લીધી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Judges, Supreme Court, Supreme Court of India, Verdict

    विज्ञापन
    विज्ञापन