સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ સાથે વાતચીત માટે ખેડૂત નેતાઓ તૈયાર નહીં, કાયદો રદ કરવાની માંગ પર અડગ!

સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ સાથે વાતચીત માટે ખેડૂત નેતાઓ તૈયાર નહીં, કાયદો રદ કરવાની માંગ પર અડગ!
ફાઇલ તસવીર.

Farmers protest: મંગળવારે કિસાન આંદોલન સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે.

 • Share this:
  સંદીપ કુમાર, નવી દિલ્હી: એક મહિના કરતા વધારે સમય સુધી દિલ્હીની સરહદો પર આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો હાલ સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આપવામાં આવેલા ચુકાદા પર મંથન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે વચગાળાનો ચુકાદો આપતા કેન્દ્ર સરકાર તરફથી અમલમાં લવાયેલા ત્રણેય કૃષિ કાયદાના અમલ પર સ્ટે મૂકી દીધો છે. સિંધુ બોર્ડર પર હાલ સુપ્રીમ કોર્ટે આ મામલે રચેલી ચાર લોકોની સમિતિ (Committee) અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ મામલે શું ખેડૂત નેતાઓ પત્રકાર પરિષદ કરીને પોતાનો નિર્ણય જાહેર કરશે.

  આંદોલનમાં શામેલ એક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિસાન સંગઠન પહેલાથી નક્કી કરેલા એજેન્ડા પ્રમાણે સમિતિમાં શામેલ નહીં થાય. એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી ચાર સભ્યોની બનાવવામાં આવેલી સમિતિ સાથે તેઓ કૃષિ કાયદા અંગે કોઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી. સૂત્રોના કહેવા પ્રમાણે કિસાન સંગઠન ત્રણેય કૃષિ કાયદાને રદ ન કરવામાં આવે ત્યાં સુધી માનવા માટે તૈયાર નથી.  આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી, 4 સભ્યોની કમિટી બનાવી

  ઉલ્લેખનીય છે કે મંગળવારે કિસાન આંદોલન સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કૃષિ આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓને સુલટાવવા માટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિની જવાબદારી હશે કે કૃષિ બિલ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓનું નિરાકરણ લાવે.

  સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી સમિતિમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા ભૂપેન્દ્રસિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાનન પ્રમોદ જોશી શામેલ છે.

  આ પણ જુઓ-

  અમે સમિતિ બનાવવાની માંગ નથી કરી: ખેડૂત નેતા

  સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલા સમિતિ મામલે ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે. આ સાથે જ પ્રદર્શનનું સ્થળ પણ નહીં બદલાય. કિસાન નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે, અમે સમિતિ બનાવવાનું કહ્યું ન હતું. અમે કાયદો પરત લેવાની માંગણી કરી રહ્યા છીએ. સરકાર જ્યાં સુધી કાયદો પરત નહીં ખેંચે ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. ટિકેતે કહ્યું કે, જિતેન્દ્ર માન સિંહ અમારા સંગઠનમાં નથી. અમે તેમને ઓળખતા નથી. અમે બેઠક પછી કોઈ નિર્ણય કરીશું.
  Published by:Vinod Zankhaliya
  First published:January 12, 2021, 17:50 pm

  ટૉપ ન્યૂઝ