નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો, ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ હતું કે નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ત્રુટિ નહોતી. આ સાથે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેન્દ્ર સરકારને મોટી રાહત આપી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે આર્થિક નિર્ણયો બદલી શકાય નહીં.
Supreme Court upholds the decision of the Central government taken in 2016 to demonetise the currency notes of Rs 500 and Rs 1000 denominations. pic.twitter.com/sWT70PoxZX
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, 'RBI પાસે નોટબંધી કે નોટબંધી જેવા મોટા મુદ્દાઓ પર નિર્ણય લેવાની સ્વતંત્ર સત્તા નથી.' એટલે કે, તે સમજી શકાય છે કે કેન્દ્રીય બેંક આ સંબંધમાં સરકારને પોતાની સલાહ આપી શકે છે, પરંતુ આ સંબંધમાં કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત કેન્દ્રને જ છે.
" isDesktop="true" id="1311833" >
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને RBI વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી, તે રદ કરવાની કોઈ જરૂર નથી. ઉપરાંત આર્થિક નિર્ણય બદલી શકાતા નથી એવું પણ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર