નવી દિલ્હી: કોરોનાના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને (Covid death Compensation Claims) સહાય આપવાની જાહેરાત સરકાર (central Government) દ્વારા કરવામાં આવી છે. ત્યારે સત્તાવાર મોત અને સહાય માટે અરજીની સંખ્યામાં ખૂબ મોટું અંતર હોવાનું સામે આવ્યું છે. રાજ્યોએ કોવિડ-19 (Covid-19)માં જીવ ગુમાવનારાઓના પરિવારો માટે સુપ્રીમ કોર્ટમાં વળતર અંગેનો ડેટા રજૂ કર્યો હતો. આ ડેટા બતાવે છે કે, મૃત્યુની સત્તાવાર સંખ્યા કરતા ઘણા વધુ વળતરના ક્લેમ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં (Gujarat Corona death) આ તફાવત લગભગ 7 ગણો વધારે છે. સૌથી મોટો તફાવત મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે.
આંકડા કરતા ક્લેમની સંખ્યા વધુ આવશે તેવું અનુમાન તો હતું
સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા વચ્ચે સત્તાવાર આંકડા કરતા ક્લેમની સંખ્યા વધુ આવશે તેવું અનુમાન તો હતું જ. કોર્ટના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ કોવિડ પોઝિટિવ થયાના 30 દિવસમાં આત્મહત્યા કરી લે તો પણ તેને કોવિડ ડેથ ગણવામાં આવશે.
ગુજરાતની છે આવી સ્થિતિ
આંકડા પરથી ફલિત થાય છે કે, ગુજરાતમાં 10,094ના મૃત્યુઆંક સામે 89,633 ક્લેમ કરવામાં આવ્યા છે. રાજ્યએ અત્યાર સુધીમાં 68,370 દાવાઓ સ્વીકાર્યા છે અને 58,840 પરિવારોને વળતર આપ્યું છે. બીજી તરફ તેલંગાણામાં મૃત્યુઆંક 3,993 હતો, જેની સામે 29,000 ક્લેમ મળ્યા હતા. રાજ્યએ 15,270 ક્લેમને મંજૂર કર્યા છે. મહારાષ્ટ્રમાં 1.41 લાખ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર આંકડા કહે છે, પરંતુ ક્લેમનો આંકડો 2.13 લાખ જેટલો છે.
જોકે, અમુક રાજ્યોમાં સત્તાવાર મૃત્યુના આંકડા કરતા ક્લેમની સંખ્યા ઓછી છે. આ આંકડામાં તફાવત પાછળ વળતર યોજના અંગે ઓછી લોક જાગૃતિ સૌથી મોટું કારણ હોય શકે છે.
કોર્ટે જણાવ્યું હતું કે, તેનું ધ્યાન લોકોને રાહત આપવા પર છે
ઉલ્લેખનીય છે કે, કોર્ટે ડિસેમ્બરમાં તમામ રાજ્યોને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે લોકોને વળતર વિશે જાણ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારના જાહેરાતો કરવાના નિર્ણયને પણ કોર્ટે વખાણ્યો હતો અને અન્ય રાજ્યોને પણ આવા જ ફોર્મેટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
કોર્ટે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે, કોરોનાથી મોતના ઓછા આંકડાના રિપોર્ટિંગ અંગે ચિંતિત નથી. કોર્ટે જણાવ્યું હતું કે, તેનું ધ્યાન લોકોને રાહત આપવા પર છે અને સરકારોએ આ હેતુ માટે કામ કરવું જોઈએ. કેન્દ્ર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં ઘણા રાજ્યોમાં દાવાઓની સંખ્યા સત્તાવાર મૃત્યુના આંકડા કરતા ઓછી છે. જેમાં આસામ, હરિયાણા, કર્ણાટક, પંજાબ અને રાજસ્થાનના નામનો સમાવેશ થાય છે
પંજાબમાં 16,557 મૃત્યુઆંક સામે 8,786 લોકોએ ક્લેમ કર્યો છે. જ્યારે કર્ણાટકમાં ક્લેમની 27,325 અરજીઓ મળી હતી, જ્યારે મોતની સંખ્યા ઘણી વધુ હતી. આવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં 4,483 લોકોના મોત થયા હતા, પરંતુ માત્ર 3,115 અરજીઓ મળી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર