Home /News /national-international /

ચાર ધામ હાઇવે પર સુપ્રીમ કોર્ટમાં મોટી ચર્ચા: દેશની સુરક્ષા મહત્વપૂર્ણ કે પર્યાવરણ? કોણે શું કહ્યું જાણો

ચાર ધામ હાઇવે પર સુપ્રીમ કોર્ટમાં મોટી ચર્ચા: દેશની સુરક્ષા મહત્વપૂર્ણ કે પર્યાવરણ? કોણે શું કહ્યું જાણો

બોર્ડર રોડના વિસ્તરણને લઈને સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલી હતી.

Border Roads Issue : ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ(India-China Border)ને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિસ્તરણને લઈને સુપ્રીમ કોર્ટે ઉલટતપાસ કરી હતી. એક પક્ષે કહ્યું કે ભારતીય સેના (Army)એ ફરી 1962ની પરિસ્થિતિ (India-China Wartime)માં આવી જાય, શું તમે એવુ ઇચ્છો છો? તો બીજાએ કહ્યું કે સેનાએ ક્યારેય રસ્તાઓના વિસ્તરણ માટે પૂછ્યું નથી, આ કોની મહત્વાકાંક્ષા છે? આવા તમામ દાવાઓ અને દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો પક્ષ રાખ્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં સુપ્રીમ કોર્ટે ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ હાઈવેના વિસ્તરણ અને પહોળા કરવા અંગે મહત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, દેશની સુરક્ષાને અવગણવી જોઈએ નહીં. જોકે અદાલતે કહ્યું હતું કે પર્યાવરણ અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેની જરૂરિયાતો વચ્ચે તાલમેલ હોવો જોઈએ. પરંતુ કોર્ટે હજી પણ દેશની સરહદી સુરક્ષાને પ્રાધાન્ય આપવાની હાકલ કરી હતી. વાસ્તવમાં એક અરજીની સુનાવણી દરમિયાન આ સમગ્ર મામલો પર્યાવરણ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા બની ગયો હતો, જેમાં કેન્દ્ર સરકારે પણ બચાવ કર્યો હતો અને રસ્તાઓને જરૂરી નિર્માણ ગણાવ્યુ હતું.

શું છે સમગ્ર મામલો?
કેન્દ્રએ ચાર ધામ હાઇવે પ્રોજેક્ટ હેઠળ ગઢવાલના હિમાલયના વિસ્તારોને રસ્તા સાથે જોડવા માટે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને એક થ્રેડમાં જોડતા 899 કિમી લાંબા માર્ગની વિસ્તરણ યોજના બનાવી હતી. કેન્દ્ર ઇચ્છે છે કે ધોરીમાર્ગ દહેરાદૂન અને સરહદી રસ્તાઓ નજીક 10 મીટર સુધી પહોળો કરવામાં આવે. જોકે, આ પહેલા સુપ્રીમ કોર્ટે રસ્તાઓને 5 મીટર સુધી પહોળા કરવાની મંજૂરી આપી હતી. દરમિયાન, એક એનજીઓ સિટીઝન્સ ફોર ગ્રીન દૂને આ રસ્તાઓના નિર્માણને પર્યાવરણીય જોખમ તરીકે પડકાર્યું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં ત્રણ પક્ષો છે.

આ પણ વાંચો: રાજસ્થાન: બાડમેર-જોધપુર હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 12 લોકો જીવતા ભડથું થયાં

સરકારના દાવાઓ અને દલીલો શું છે?
સરકારના દાવાઓ હાઇવેના વિસ્તરણ અંગે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે. આ કિસ્સામાં સરકારનું કહેવું છે કે યુદ્ધની સ્થિતિમાં સરહદ સુઘી ટેન્ક, આસાલ્હા, લશ્કરી સહાય અને સરહદ પર જવાનોની અવરજવરની દ્રષ્ટિએ આ માર્ગ મહત્વપૂર્ણ છે. બીજી તરફ કેન્દ્રની દલીલો ચીનની કાર્યવાહી સાથે જોડાયેલી છે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કેન્દ્ર વતી સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 'ચીન સરહદની બીજી બાજુ ઇમારતો અને હેલિપેડ બનાવી રહ્યું છે. તે બાજુના રસ્તાઓ પર ઘણી ટ્રકો, રોકેટ લોન્ચર્સ અને ટેન્કો ચાલી રહી છે... અમે નથી ઇચ્છતા કે આપણા સૈનિકો ફરીથી 1962 જેવી સ્થિતિ જુએ."

આ પણ વાંચો: એપલના પ્રથમ કોમ્પ્યુટરની 400,000 ડૉલરમાં હરાજી, સ્ટીવ જોબ્સ અને વોઝનિયાકે બનાવ્યું હતું આ કોમ્પ્યુટર

શું છે અરજીમાં આક્ષેપો અને દલીલો?
એનજીઓ વતી સિનિયર એડવોકેટ કોલિન ગોન્સાલ્વિસે સૌ પ્રથમ ઉત્તરાખંડમાં તાજેતરમાં આવેલી આપત્તિ અંગે કોર્ટને જણાવ્યું હતું. અહેવાલોને ટાંકીને કોર્ટને પર્વતોને થયેલા નુકસાન અંગે પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યું કે, 'હું એમ નથી કહેતો કે પર્યાવરણના નામે સંરક્ષણની જરૂરિયાતોને નકારી શકાય છે પરંતુ સેનાએ ક્યારેય આ રસ્તાઓને પહોળા કરવાનું કહ્યું નથી. એક પ્રભાવશાળી રાજકીય સત્તા વતી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ચાર ધામ યાત્રા માટે મોટા રાજમાર્ગો ઇચ્છીએ છીએ. અને આર્મી ના ઇચ્છાતા હોવા છતાં આ ઇચ્છામાં જોડાઈ."

કોર્ટે શું વલણ અપનાવ્યું?
કોલિને કોર્ટમાં એવી દલીલ પણ કરી હતી કે 2013ની ઉત્તરાખંડ હોનારત પછી પર્યાવરણ સામેના ઘણા પ્રોજેક્ટ્સ પર કેવી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર ચર્ચા બાદ કોર્ટે પોતાનો પક્ષ રાખ્યો હતો અને રાષ્ટ્રની સુરક્ષા માટે અપગ્રેડેશનને પ્રાથમિકતા ગણાવી હતી. ન્યાયાધીશ સૂર્યકાંતે કોલિનને એમ પણ પૂછ્યું હતું કે ચીનની બાજુના હિમાલયના વાતાવરણની પરિસ્થિતિ વિશે તેમની પાસે કયા અહેવાલો છે. જસ્ટિસ ચંદ્રચૂડ, સૂર્યકાંત અને વિક્રમ નાથની ખંડપીઠે શું મહત્વનું કહ્યું, તે જોઈએ.

આ પણ વાંચો: Nykaa IPO Listing: નાયકાના શેરનું બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોએ હવે શું કરવું? નફો બુક કરવો કે હોલ્ડ કરવું

* સંરક્ષણ અને પર્યાવરણ બંનેની જરૂરિયાતોનું સમાધાન થવું જોઈએ.
* કેન્દ્ર કહે છે કે આ બધું પર્યટન માટે થઈ રહ્યું છે, તેથી આપણે કડક બની શકીએ છીએ પરંતુ જ્યારે સરહદોની સુરક્ષાની વાત હોય ત્યારે આપણે સાવચેત રહેવું પડશે અને જીણવટાઈથી કામ કરવું પડશે.
* એ વાત નકારી શકાતી નથી કે દેશની સુરક્ષા દાવ પર છે.
* શું એમ કહી શકાય કે દેશની સુરક્ષા કરતાં પર્યાવરણ વધુ મહત્ત્વનું છે? અથવા એવું કે સંરક્ષણ પર પગલાં લેવાથી પર્યાવરણને નુકસાન નહીં થાય?
Published by:Riya Upadhay
First published:

Tags: Char Dham Yatra, Latest News, Suprem court, Uttarakhand news, દેશ વિદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन