સુપ્રીમે ટેલીકૉમ કંપનીઓની ઝાટકણી કાઢી, તમામ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરોને જેલમાં ધકેલવાની ચેતવણી

News18 Gujarati
Updated: March 18, 2020, 4:39 PM IST
સુપ્રીમે ટેલીકૉમ કંપનીઓની ઝાટકણી કાઢી, તમામ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરોને જેલમાં ધકેલવાની ચેતવણી
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું અમે મૂર્ખ છીએ, આ કોર્ટના સન્માનની વાત છે, શું ટેલીકૉમ કંપનીઓને એવું લાગે છે કે તેઓ દુનિયામાં સૌથી શક્તિશાળી છે.

  • Share this:
નવી દિલ્હી : AGR (Adjusted Gross Revenue)ની બાકીની રકમ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટેલીકૉમ કંપનીઓ (Telecom Companies)ની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમના કહેવા પ્રમાણે આને કોર્ટના આદેશનું અવમાન (Contempt of Court) માનવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જે પણ થઈ રહ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. કોર્ટે કહ્યું કે, શું અમે મૂર્ખ છીએ, આ કોર્ટના સન્માનની વાત છે, શું ટેલીકૉમ કંપનીઓને લાગે છે કે તેઓ દુનિયામાં સૌથી શક્તિશાળી છે. નોંધનીય છે કે સોમવારે વોડાફોન-આઇડીયા (Vodafone-Idea)એ કહ્યુ હતુ કે ટેલીકૉમ ડિપાર્ટમેન્ટને વધારાના 3354 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. કંપનીએ કહ્યું કે પોતાના મૂલ્યાંકન પ્રમાણે તેણે એજીઆરની બાકીની રકમની મૂળ રકમ પરત કરી દીધી છે. અત્ચાર સુધી કંપની આ મામલે સરકારને 6,854 કરોડ રૂપિયાની ચુકવણી કરી ચુકી છે.

સુપ્રીમ કોર્ટે ટેલીકૉમ કંપનીઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. સાથે જ કોર્ટે ટેલીકૉમ કંપનીઓના એમડીને જેલમાં મોકલવાની ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટ મીડિયા રિપોર્ટિંગથી પણ નારાજ છે. જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે આ મામલે ખોટું રિપોર્ટિંગ થઈ રહ્યું છે. જો આવું જ થશે તો મીડિયા સંસ્થાઓને પણ નોટિસ મોકલવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે બાકીની રકમની પુર્નમૂલ્યાંકન નહીં થાય.

આ પણ વાંચો : રાજકોટ : સિરિયલ કિલર અમદાવાદમાં કરવાનો હતો ખૂન, મોટો ખુલાસો થયો

શું છે મામલો?

ટેલીકૉમ ડિપાર્ટમેન્ટે વોડાફોન-આઇડિયા પાસેથી એજીઆરની બાકીની રકમ પેટે 53 હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે. જેમાં વ્યાજ, દંડ, મૂળ રકમ તેમજ રકમ ચુકવવામાં મોડું થવા પર લાગેલું વ્યાજ સામેલ છે. કંપનીએ કહ્યું કે તે બાકી રકમ પર ચૂકવણી અંગે સ્વમૂલ્યાંકન રિપોર્ટ છઠ્ઠી માર્ચના રોજ ટેલીકૉમ કંપનીને આપી ચુકી છે. આ પહેલા કંપનીએ 17મી ફેબ્રુઆરીના રોજ 2500 કરોડ રૂપિયા અને 20મી ફેબ્રુઆરીના રોજ 1000 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

કુલ કેટલી રકમ બાકી :ટેલીકૉમ વિભાગને આ કંપનીઓએ આશરે 1.63 લાખ કરોડ રૂપિયા ચુકવવાના છે. જેમાં કંપનીઓની લાઇસન્સ ફી, સ્પેક્ટ્ર્મ યૂઝેસ ચાર્જ સામેલ છે. લાઇસન્સ પેટે બાકી રકમ 92,642 કરોડ રૂપિયા છે. સ્પેક્ટ્રમ યૂઝેસ ચાર્જ તરીકે 70,869 કરોડ રૂપિયા બાકી છે. સૌથી વધારે બાકી રકમ ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાની છે.

આ પણ વાંચો : રાજકોટ : દુકાનમાં થયો પ્રચંડ બ્લાસ્ટ, ધડાકાનો અવાજ 10 કિ.મી. સુધી સંભળાયો

એજીઆર શું છે :

AGR એટલે Adjusted gross revenue.આ દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ટેલીકૉમ કંપનીઓ પાસેથી લેવામાં આવતો યૂઝેસ અને લાઇસેન્સિંગ ચાર્જ છે. જેના બે હિસ્સા છે 1) સ્પેક્ટ્ર્મ યૂઝેસ અને 2) લાઇસન્સ ફી. DoTનું કહેવું છે કે AGRની ગણતરી કોઈ ટેલીકૉમ કંપનીઓને થતી સંપૂર્ણ આવક અથવા રેવન્યૂના આધારે થવી જોઈએ. જેમાં ડિપૉઝિટ વ્યાજ અને સંપત્તિના વેચાણ અને બીન-ટેલીકૉમ સ્ત્રોતથી થતી આવક પણ સામેલ છે. બીજી તરફ ટેલીકૉમ કંપનીઓનું કહેવું છે કે એજીઆરની ગણતરી ફક્ત ટેલીકૉમ સેવાઓમાંથી થતી આવક પર થવી જોઈએ.

આ પણ વાંચો : ધો-10ના આ વિદ્યાર્થીઓનું પરિણામ આવશે કે કેમ? ઉત્તરવહીઓ રસ્તા પરથી ચીંથરેહાલ મળી
Published by: Vinod Zankhaliya
First published: March 18, 2020, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading