ડાંસબાર કેસઃ સમયની સાથે અશ્લિલતાની પરિભાષા પણ બદલાઇઃ સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: August 10, 2018, 5:37 PM IST
ડાંસબાર કેસઃ સમયની સાથે અશ્લિલતાની પરિભાષા પણ બદલાઇઃ સુપ્રીમ કોર્ટ
કોર્ટે ડાંસ બારમાં લાઇસેન્સ નહીં આપવા માટે રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા

સુપ્રીમ કોર્ટે મહાષ્ટ્ર સરકારને પૂછ્યું છે કે ડાંસ બારના સંચાલનની મંજૂરી કેમ આપી નહીં અને કહ્યું કે રાજ્યમાં સંપૂર્ણ પણે નૈતિકતાની ઠેકેદારી ચાલી રહી છે.

  • Share this:
સુપ્રીમ કોર્ટે મહાષ્ટ્ર સરકારને પૂછ્યું છે કે ડાંસ બારના સંચાલનની મંજૂરી કેમ આપી નહીં અને કહ્યું કે રાજ્યમાં સંપૂર્ણ પણે નૈતિકતાની ઠેકેદારી ચાલી રહી છે, કોર્ટે ડાંસ બારમાં લાઇસેન્સ નહીં આપવા માટે રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા હતા, સાથે જ કહ્યું કે સમય બદલવાની સાથે અશ્લિલતાની પરિભાષા પણ બદલાઇ છે.

ન્યાયમૂર્તિ એ કે સીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેંચે કહ્યું કે હવે કાયદો અને સમાજે પણ લિવ ઇન જેવા સંબંધોને માન્યતા આપી દીધી છે, જ્યારે આ પહેલા સ્વીકાર્ય ન હતું. રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે તેણે કોર્ટના અનેક આદેશો બાદ પણ ડાંસ બાર સંચાલન માટે એકપણ લાઇસેંસ આપ્યું નથી.

સીકરી બેંચે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં સંપૂર્ણ રીતે નૈતિકતાની ઠેકેદારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ અધિવક્તા શેખર નફાડે અને અધિવક્તા નિશાંત આર કટનેશ્વરકારે કહ્યું કે ડાંસ બારલના લાઇસેંસ માગનારા તમામ 81 અરજીને ફાયર એન્ડ સેફ્ટી વિભાગ તરફથી મંજૂરી મળી ન હતી. હોટેલ અને રેસ્ટોરન્ટ માલિક, બાર ગર્લ્સ અને અન્યને વિવિધ ફરિયાદ કરી મહારાષ્ટ્રમાં હોટેલ, રેસ્ટોરન્ટ, બાર રૂમમાં અશ્લિલ ડાંસ અને મહિલાઓની ગરીમા સંરક્ષણ કાયદો 2016ને પડકાર ફેક્યો છે.
First published: August 10, 2018
વધુ વાંચો
अगली ख़बर