CBI DSP બસ્સીની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે CBIને મોકલી નોટીસ

News18 Gujarati
Updated: February 1, 2019, 2:54 PM IST
CBI DSP બસ્સીની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે CBIને મોકલી નોટીસ
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં ડીએસપી અજય કુમાર બસ્સીએ પોતાને પોર્ટ બ્લેયર ટ્રાન્સફરને પડકાર ફેંક્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સીબીઆઇના ડીએસપી અજય કુમાર બસ્સીની અરજી ઉપર સુનાવણ કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇના અંતરિમ નિર્દેશક એમ નાગેશ્વર અને સીબીઆઇને નોટીસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે બંનેને છ સપ્તાહમાં જવાબ મોકલવાનું કહ્યું છે. દિલ્હી હેડક્વાર્ટરમાં ડિપ્યુટી એસપીના પદ ઉપર ફરજ બજાવતા બસ્સીને જાન્યુઆરીમાં પોર્ટબ્લેયર મોકલવામાં આવ્યા હતા. બસ્સી રાકેશ અસ્થાના લાંચ કાંડની તપાસ કરી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં ડીએસપી અજય કુમાર બસ્સીએ પોતાને પોર્ટ બ્લેયર ટ્રાન્સફરને પડકાર ફેંક્યો હતો. બસ્સીનો દાવો હતો કે, તેમની ટ્રાન્સફર દર્ભાવનાથી પ્રેરિત છે. જેનાથી તપાસ બ્યોરના પૂર્વ નિર્દેશક રાકેશ અસ્થાના વિરુદ્ધ દાખલ કરવામાં અરજીની તપાસ ઉપર અસર થશે.

આ પણ વાંચોઃ-મોદી સરકારની જાહેરાત બાદ આ 8 બેન્કોમાં બમ્પર નોકરી, 10% અનામતનો મળશે લાભ

એટલું જ નહીં તપાસ એજન્સીના પૂર્વ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાને સામે ભ્રષ્ટાચારના આરોપમાં દાખલ પ્રાથમિકીની તપાસ કરનારા એકે બસ્સીએ આરોપ લગાવ્યો હતો કે, આ તપાસ એજન્સીના અંતરિમ નિર્દેશક એમ નાગેશ્વર રાવના શોષણનો શિકાર છે.
First published: February 1, 2019, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading