પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વનાં એવા વેટલેન્ડ (જળપ્લાવિત વિસ્તાર)માં ઉભેલા શ્રી શ્રી રવિશંકરનાં ટ્રસ્ટનાં બિલ્ડીંગને પાડી દેવાનો સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે.
આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનાં આર્ટ ઓફ લિવીંગ સાથે જોડાયેલા વૈદિક ધર્મ સંસ્થાન ટ્રસ્ટનાં મકાનને ન પાડવા માટે સુપ્રિમ કોર્ટની જસ્ટીસ મદન બી લોકુરની ખંડપીઠમાં અરજી કરી હતી પણ કોર્ટે તેને રદ કરી હતી.
આ પહેલા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશને પડકારી વૈદિક સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
નેશનલ ગ્રીન ટ્રીબ્યનલે વેટલેન્ડ પર ઉભેલા આ બિલ્ડીંગને પાડી દેવા માટે ડિસેમ્બર 2017નાં રોગ આદેશ આપ્યા હતા.
ધ ઇસ્ટ કોલકાતા વેટલેન્ડ 125 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને આ જળપ્લાવિત વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ ખુબ મહત્વનો રોલ અદા કરી રહ્યું છે અને સેફ્ટી વાલ્વ તરીકે કામ કરે છે.
સુપ્રિમ કોર્ટે આપેલા આદેશમાં નોંધ્યુ કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપેલા આદેશમાં દખલગીરી કરવાનું અમને યોગ્ય લાગતું નથી. આ અપીલ રદ કરવામાં આવે છે.”
આ મુદ્દે 2016માં પિપલ્સ યુનાઇટેડ ફોર બેટર લિવિંગ ઇન કોલકાતા નામની સંસ્થા દ્વારા ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.