Home /News /national-international /સુપ્રીમે SSCના પરિણામ સામેનો પ્રતિબંધ હટાવ્યો, સ્ટુડન્ટ્સને મળી રાહત

સુપ્રીમે SSCના પરિણામ સામેનો પ્રતિબંધ હટાવ્યો, સ્ટુડન્ટ્સને મળી રાહત

સુપ્રીમે રચેલી કમિટીમાં નંદન નિલકેણી અને વિજય ભટકરનો પણ સમાવેશ

સુપ્રીમે રચેલી કમિટીમાં નંદન નિલકેણી અને વિજય ભટકરનો પણ સમાવેશ

    ન્યૂઝ18 ગુજરાતી : સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે આયોજિત થતી પ્રતિયોગિતા પરીક્ષાઓની પ્રક્રિયા ફૂલપ્રૂફ બનાવવા માટે ઉપાય અંગે ભલામણને લઈ સુપ્રીમ કોર્ટે એક હાઈ પાવર કમિટિની રચના કરી છે. સાત સભ્યોની કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ જી એસ સિંઘવી કરશે.

    કોર્ટે આ ચુકાદો વર્ષ 2017ના SSCની સુનાવણી કરતા આપ્યો. કોર્ટ તરફથી રચવાામં આવેલી કમિટીમાં ઇન્ફોસિસના પૂર્વ ચીફ નંદન નીલકેણી અને કોમ્પ્યૂટર સાયન્ટિસ્ટ વિજય ભટકર પણ સામેલ છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા અને ભરતી કરવા માટે આગળ વધવાની મંજૂરી આપી છે પરંતુ કોઈ પણ ભરતી મામલાના અંતિમ પરિણામને આધિન હશે.

    SSC, CGL અને CHSLના પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ 2018ના રોજ આપેલો પોતાનો આદેશ રદ કરી દીધો.

    ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Supreme Court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन