Home /News /national-international /

સુપ્રીમને અપીલ છે કે રામ મંદિર કેસને ઝડપી ચલાવે: રવિ શંકર પ્રસાદ

સુપ્રીમને અપીલ છે કે રામ મંદિર કેસને ઝડપી ચલાવે: રવિ શંકર પ્રસાદ

રવિ શંકર પ્રસાદ

રવિ શંકર પ્રસાદે કહ્યું કે, અયોધ્યા મામલો છેલ્લા 70 વર્ષથી પડતર છે. સુપ્રિમ કોર્ટમાં આઠ વર્ષથી પડતર છે. હું સુપ્રિમ કોર્ટને અપિલ કરુ છું કે, તે આ કેસને ફાસ્ટ ટ્રેક (ઝપડથી) ચલાવે”.

    કેન્દ્રિય કાયદા મંત્રી રવિ શકંર પ્રસાદે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ અયોધ્યા વિવાદ કેસને ફાસ્ટ-ટ્રેક રીતે ચલાવે તેવી અપીલ કરુ છું. જો કે, તેમણે એમ કહ્યું કે, હું આ વાત એક કાયદા મંત્રી તરીકે નહીં પણ રામ લલ્લાનાં કેસનાં એક વકીલ તરીકે કહું છું.
    અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિય છે. આગામી જાન્યુઆરી માસમાં આ કેસની સુનાવણી થશે.

    રવિ શંકર પ્રસાદે કહ્યું કે, અયોધ્યા મામલો છેલ્લા 70 વર્ષથી પડતર છે. સુપ્રિમ કોર્ટમાં આઠ વર્ષથી પડતર છે. હું સુપ્રિમ કોર્ટને અપિલ કરુ છું કે, તે આ કેસને ફાસ્ટ ટ્રેક (ઝપડથી) ચલાવે”.

    અત્રે એ ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભાની ચૂંટણી આવતા ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જોડાયેલી સંઘ પરિવારની સંસ્થાઓએ રામ મંદિરનાં માધ્યમથી સુપ્રિમ કોર્ટ તરફ નિશાન તાંક્યુ છે.

    થોડા દિવસો પહેલા રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (RSS)નાં નેતા ઇન્દ્રેસ કમારે સુપ્રિમ કોર્ટ સીધો હુમલો કરતા કહ્યું હતુ કે, સરકાર રામ મંદિર બનાવવા માટૈ તૈયાર છે અને આ માટે અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તેમાં બે-ત્રણ જજોને આ મામલે ન્યાય ન આપવો હોય તો તેઓ નોકરી છોડી દેવી જોઇએ. પણ તેઓ રામ મંદિરને બનતા રોકી શકશે નહીં.

    ઇન્દ્રેસ કુમારે દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિર મામલે કાયદો બનાવવાનું આયોજન કરી રહી છે પણ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનાં કારણે આચારસંહિતા લાગેલી છે એટલા માટે સરકાર ચૂપ બેઠેલી છે. જો અયોધ્યામાં રામ મંદિર બનશે તો કંઇ દેશ સળગી નથી જવાનો. ટ્રીપલ તલાકનાં મુદ્દે અમે એ જોયુ છે.”

    સંઘ પરિવારનાં સિનીયર નેતા અને રાષ્ટ્રિય કારોબારીનાં સભ્ય એવા ઇન્દ્રેસ કુમારે સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પર પ્રહાર કરતા કહેયું કે, મેં કોઇ ન્યાયાધીશોનાં નામ લીધા નથી પણ આ દેશનાં 125 કરોડ લોકો એ નામો જાણે છે. ત્રણ ન્યાયધીશોની ખંડપીઠે અયોધ્યા મુદ્દાને લાંબો ચલાવ્યો છે અને તેને સન્માન આપ્યુ નથી”.

    સંઘનાં નેતાએ વધુમાં દાવો કર્યો કે, દેશમાં આ બે-ત્રણ ન્યાયાધીશો સામે ગુસ્સો વધી રહ્યો છે અને આ ન્યાયાધીશોએ વિચારવું જોઇએ કે તેમણે ન્યાયાધીશ તરીકે રહેવું છે કે નહીં ? અને જો તેઓ ન્યાય આપવા માટે તૈયાર ન હોય તો તેમણે રાજીનામાં આપી દેવા જોઇએ”.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Ayodhya Dispute, Law minister, Ravi Shanker Prasad, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन