સુપ્રીમ કોર્ટે આદેશ કરતા કહ્યું કે, જેવી રીતે આ કેસમાં તમે મકાન માલિકને પરેશાન કર્યાં છે તેને જોતા કોઈ જ રાહત આપી શકાય નહીં. તમારે પરિસર પણ ખાલી કરવું પડશે અને બાકીનું ભાડું પણ ચૂકવવું પડશે.
નવી દિલ્હી: મકાન ખાલી કરવા માટે આનાકાની કરનારા એક ભાડુઆત (Tenant)ને સુપ્રીમ કોર્ટે (Supreme court) રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરે છે કે જેમના પોતાના ઘર કાચના હોય તેઓ બીજાના ઘરે પર પથ્થર નથી ફેંકતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે મકાન માલિક (landlord) જ કોઈ મકાનનો અસલી માલિક હોય છે. આથી ભાડુઆત ગમે એટલા દિવસો સુધી કોઈ મકાનમાં રહે તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ માત્ર ભાડુઆત છે, મકાનના માલિક નહી.
જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમાનના વડપણ હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠે આ અંગે સુનાવણી કરતા ભાડુઆત દિનેશને કોઈ જ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ આદેશ કર્યો કે તેણે પરિસર ખાલી કરવું જ પડશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ભાડુઆત દિનેશને તાત્કાલિક બાકી રહેલું ભાડું ચૂકવી આપવા માટે આદેશ કર્યો હતો.
ભાડુઆતના વકીલ દુષ્યંત પારાશરે ખંડપીઠને જણાવ્યું કે, તેમના અસીલને બાકીની રકમ ચૂકવવા માટે સમય આપવામાં આવે. આ અંગે કોર્ટે ભાડુઆતને મુદત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે, જેવી રીતે આ કેસમાં તમે મકાન માલિકને પરેશાન કર્યાં છે તેને જોતા કોઈ જ રાહત આપી શકાય નહીં. તમારે પરિસર પણ ખાલી કરવું પડશે અને બાકીનું ભાડું પણ ચૂકવવું પડશે.
ગત વર્ષે જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ભાડુઆતને આશરે નવ લાખ રૂપિયા જમા કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો હતો. જોકે, આ આદેશનું પણ ભાડુઆતે પાલન કર્યું ન હતું. જે બાદમાં ભાડુઆત સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દેતા તાત્કાલિક ભાડું ચૂકવીને દુકાન ખાલી કરવાનો આદેશ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર