Home /News /national-international /

સુપ્રીમ કોર્ટનો કોંગ્રેસને મોટો ઝટકો, બપૈયા જ રહેશે પ્રોટેમ સ્પીકરના પદ પર

સુપ્રીમ કોર્ટનો કોંગ્રેસને મોટો ઝટકો, બપૈયા જ રહેશે પ્રોટેમ સ્પીકરના પદ પર

    કર્ણાટકમાં આજે થનારા મહત્વના શક્તિ પરીક્ષણ પહેલા કે.જી બોપૈયાને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક કરવા માટે રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણયને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ અને કોર્ટમાં દલીલ સાંભળ્યા પછી પ્રોટેમ સ્પીકર દ્વારા જ બહુમત પરીક્ષણ કરાવવાનો આદેશ આપ્યો હતો. હવે બહુમત પરીક્ષણનું લાઇવ ટેલિકાસ્ટ થશે. લાઇવ ટેલીકાસ્ટને કોંગ્રેસને પોતાની જીત ગણાવી છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે લાઇવ ટેલિક્સ્ટથી પાર્દશકતા આવશે અને આ તેમની જીત છે.

    પહેલા બોપૈયાને સાંભળવા પડે: SC

    કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવવાના રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ-જેડીએસના વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, અમે બોપૈયાનો પક્ષ સાંભળ્યા વગર તેમની સામે કોઇ નિર્ણય નથી લઇ શકતા. તમે બે અલગ અલગ વાતો કરી રહ્યાં છો. એક તરફ આપ પ્રોટેમ સ્પીકરનો વિરોધ કરી રહ્યાં થે અને બીજી તરફ તેમને જવાબ આપવાનો સમય પણ નથી આપતા. અમે તમારી વાત સાંભળી શકીએ છીએ તો તેના માટે ફ્લોર ટેસ્ટને પોસ્ટપોન કરવો પડશે.

    કપિલ સિબ્બલે ઉઠાવ્યાં હતાં આ સવાલો

    કપિલ સિબ્બલે કહ્યું કે, 'પ્રોટેમ સ્પીકર તરીકે જેની નિમણૂંક થાય તે સદનનો સૌથી વરિષ્ઠ સભ્ય હોવો જોઇએ. સંસદમાં પણ આ જ વ્યવસ્થાનું પાલન કરવામાં આવે છે. જસ્ટિસ એએસ બોબડેએ કહ્યું કે કેટલાય એવી સ્થિતિ હતી કે સદનના સૌથી વરિષ્ઠ નેતાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં નથી. '2011ના નિર્ણયમાં પ્રોટેમ સ્પીકર યેદિયુરપ્પાને ફાયદો થાય તે અંગે કપિલ સિબ્બલે બોપૈયાની આલોચના કરી હતી. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રોટેમ સ્પીકરને નોટિસ આપવામાં આવશે અને ફ્લોર ટેસ્ટ પણ પોસ્ટપોન કરવાનો રહેશે. કપિલ સિબ્બલે કર્ણાટક વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર કે.જી બોપૈયાની નિયુક્તિને કન્વેન્શન વિરુદ્ધ જણાવી. તેમણે કહ્યું કે પોતાના બે નિર્ણયોમાં સુપ્રીમ કોર્ટ પણ પ્રોટેમ સ્પીકરની નિયુક્તિની પ્રક્રિયામાં સુધાર કરી ચુક્યા છે.

    હું અને સિદ્ધારમૈયા સાથે: કુમારસ્વામી

    મારા માટે આજનો દિવસ તેટલો મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ દિવસ આવવાનો છે. સાંજે ચાર વાગ્યા સુધી બીજેપી અમારા ધારાસભ્યોને રિઝવવાનો પ્રયત્ન કરશે. દરેક ધારાસભ્યો સાથે જ છે. કુમારસ્વામીએ કહ્યું હું અને સિદ્ધારમૈયા સાથે રહીશું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Karnataka Election

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन