ધારાસભ્યો-સાંસદોને અયોગ્ય ઘોષિત કરવા અંગે સુપ્રીમે કહ્યું, સ્પીકર નહીં ટ્રિબ્યૂનલ લે નિર્ણય

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

સુપ્રીમ કહ્યું કે નિવૃત્ત જજો કે ટ્રિબ્યૂનલની સ્થાયી સંસ્થા બનાવી શકાય છે, જ્યાં સાંસદો અને ધારાસભ્યોને અયોગ્ય નક્કી કરવામાં આવે

 • Share this:
  નવી દિલ્હી : સાંસદો અને ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ અનેક આકરી ટિપ્પણીઓ કરી છે. તેની સાથે કોર્ટે સંસદ (Parliament Of India)ને સલાહ આપી છે કે તેઓ આ મામલામાં ગૃહના સ્પીકરની શક્તિઓ પર ફરી વિચાર કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્પીકર એક રાજકીય પાર્ટીનો સભ્ય હોય છે. હાલ તેઓ સાંસદો અને ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવા માટે પ્રાધિકારી છે, પરંતુ તેઓ મહિનાઓ સુધી આવા મામલાઓને અટકાવી રાખે છે. એવામાં તેમનો નિર્ણય નિષ્પક્ષ ન હોઈ શકે.

  કોર્ટે કહ્યું કે, એવામાં સંસદ તેની પર વિચાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ કે વિધાનસભાના સભ્યોને અયોગ્ય જાહેર કરવાના મામલાઓ પર નિર્ણય લેવા માટે એક ઓથોરિટી બનાવવા માટે કાયદો લાવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિવૃત્ત જજો કે ટ્રિબ્યૂનલની સ્થાયી સંસ્થા બનાવી શકાય છે, જ્યાં સાંસદો અને ધારાસભ્યોને અયોગ્ય નક્કી કરવામાં આવે.

  મણિપુર સાથે જોડાયેલા મામલા પર સુનાવણી

  મણિપુર (Manipur)થી કૉંગ્રેસ (Congress)ના ધારાસભ્ય ફજૂર રહીમ અને કે. મેઘચંદ્ર, મંત્રી શ્યામકુમારને અયોગ્ય ઘોષિત કરવાના મામલે સુપ્રીમ કોર્ટ ગયા. ત્યારબાદ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં આવ્યો. શ્યામકુમાર કૉંગ્રેસની ટિકિટ પર 11મી મણિપુર વિધાનસભા માટે ચૂંટાયા હતા, પરંતુ તેઓએ પાર્ટી બદલી દીધી અને બીજેપીમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેઓ મંત્રી બની ગયા.

  સુપ્રીમ કોર્ટે મંગળવારે મણિપુરના સ્પીકરને ચાર સપ્તાહમાં કેસનો નિર્ણય લેવા માટે કહ્યું. જો સ્પીકર ચાર સપ્તાહમાં નિર્ણય નહીં લે તો અરજી કરનારા ફરીથી સુપ્રીમ કોર્ટ આવી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: